Western Times News

Gujarati News

બાયડ પોલીસ ઊંઘતી રહી અને ચોરો ત્રણ મકાનમાં ચોરી કરી છુંમન્તર

અરવલ્લી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ ઘટતાં ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. મોડાસા માં તસ્કરોએ  બંધ મકાનમાં  તસ્કરી કરી  તેની સાઈ તો હજુ સુકાઈ નથી ત્યાં તો બાયડમાં પણ તસ્કરોએ હાથફેરો કરી ૬.૫૨ લાખની રોકડ તથા દાગીના ચોરાઈ ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે .

વધુ પ્રાપ્ત પ્રાપ્ત માહિતી મુજબ, બાયડની સહજાનંદ સોસાયટીમાં એક વેપારી, સાબરકાંઠા બેંક  કર્મચારી સહિત ત્રણ ઘરમાં હાથફેરો કરી તસ્કરો લાખો રૂપિયાની રોકડ તથા દાગીના ચોરી ગયા હતા.

બાયડ પોલીસ ‘સબ સલામતની આલબેલ’ પોકારતી રહી અને તસ્કરો બાયડની સહજાનંદ સોસાયટીમાં રહેતા વેપારી કિરીટભાઈ ઉત્તરાયણ મનાવવા પુત્રના ઘરે અમદાવાદ ગયાને મોકળું મેદાન ભાળી તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા.

ઘરમાં ચોરી થયાની જાણ થતાં હાંફળા ફાંફળા દોડી આવી ઘરમાં જોતાં તસ્કરો કબાટ તોડી ૧૫ હજાર રોકડા અને ૧.૫૦ લાખના દાગીના મળી મળી કુલ ૧.૬૫ લાખનો હાથફેરો કરી ગયા હતા. જ્યારે કિરીટભાઈના ઘર પાછળ આવેલા ઘરમાં રહેતા સાબરકાંઠા બેંક કર્મચારી અનિલભાઈ પટેલના ઘરમાં પણ તસ્કરોએ ૧.૪૦ લાખના દાગીના અને ૩૯ હજાર રોકડાનો હાથફેરો કરી ગયા હતા ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આજ સહજાનંદ સોસાયટીમાં રહેતા દોલતસિહના ઘરમાં પણ ઘરનો તમામ ફેંંદી નાખી ૨.૬૬ લાખ રૂપિયાના દાગીના અને ૪૨ હજાર રોકડનો હાથફેરો કરી એક જ રાતમાં ત્રણ બંધ મકાનમાં હાથફેરો કરી કુલ રૂપિયા ૬.૫૨ લાખની રોકડ તથા દાગીના ચોરી થતાં બાયડ શહેર તથા તાલુકામાં ગભરાટ ફેલાઇ ગયો છે. બાયડ શહેરમાં પોલીસે સજાગ થઈ પેટ્રોલીંગ વધારવા માંગ ઉભી થઈ છે.

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.