Western Times News

Gujarati News

આ સફળતાનો યશ ત્રણ લાખ દૂધ ઉત્પાદકોને જાય છે: ચેરમેન અને નિયામક મંડળ

મોડાસા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને માટે જીવાદોરી સમાન સાબરડેરીએ ગઈકાલે એક જ દિવસમાં અત્યાર સુધીમાં દુધનું વિકમજનક ૩૦,૧૧,૪૫૬ કિલોગ્રામ દૂધ સંપાદન  કરાયું હતું.

બન્ને જિલ્લાઓનાં દૂધ ઉત્પાદકોને સાબરડેરી તરફથી મળતા સતત દૂધના ઉચા પોષણક્ષમ ભાવો, દુધ વ્યવસાયમાં વધુ વળતર અને પશુપાલન વ્યવસાય માટેની પ્રોત્સાહક નિતીને પરિણામે તા.૧૯ જાન્યુઆરી,૨૦૧૧ ના રોજ સાબરડેરીના ઈતિહાસમાં સૌથી વધુ ૩૦,૧૧,૪૫૬ કિલો ગ્રામ દૂધનું સંપાદન કરવામાં આવ્યું છે.

સાથે સાથે ગુજરાત રાજય બહારના રાજયોમાંથી પણ ૭,૦૧,૬૦૦ કિલો ગ્રામ દુધ સંપાદન કરી સાબરડેરીની વિકાસયાત્રાનું નવું સોપાન સર કરી એક જ દિવસનું ૩૭ લાખ કિલો ગ્રામથી પણ વધુ દુધ સંપાદન કરી બંને જીલ્લાની જીવાદોરી  એવી સાબરડેરી માટે ગૌરવરૂપ સીમાચિન્હ હાંસલ કરેલ છે..

આજના મોંઘવારીના જમાનામાં પશુપાલન અને દુધ વ્યવસાય બંને જિલ્લાના ગ્રામીણ પરિવારો ના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન પુરુ પાડી સ્વમાનભેર જીવન ,સ્વરોજગારી અને નિયમિત આવકનો સ્ત્રોત સાબિત થયેલ છે ત્યારે દુધ ઉત્પાદકોના પશુપાલન વ્યવસાયમાં ઉતરોત્તર વધેલા વિશ્વાસ,સંઘની સભાસદલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ તથા ક્ષતિરહિત ઈનપુટ સેવાઓના પરિણામે આજે દૂધનું વિક્રમજનક સંપાદન થઈ રહયુ છે.

સાબરડેરીની આ ઉપલબ્ધિ ક્ષણે સંઘના મેનેજીંગ ડીરેકટર.બાબુભાઈ પટેલે આ સફળતાનો યશ ૩ લાખથી વધુ દુધ ઉત્પાદકોને આપ્યો હતો અને  ચેરમેનશ્રી શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સતત મળતા માર્ગદર્શન,સહકાર અને પ્રેરણા તથા સાબરડેરીના કર્મનિષ્ઠ કર્મચારીઓના સતત પ્રયાસોને આભારી હોવાનું જણાવી હજુ પણ દુધ ઉત્પાદકો નવાં દુધાળા પશુઓ વસાવી વધુ આવક મેળવે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેઓ એ હજુપણ દુધમાં વધારો થવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.