Western Times News

Gujarati News

શહીદ દિવસ: 30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટનુ મૌન પાળવા ગૃહમંત્રાલયનો આદેશ

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આપેલા આદેશના પગલે 30 જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થંભી જશે.

આ દિવસે મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે.જોકે આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે સાથે કામકાજ અને અવર જવર પણ બંધ રાખવામાં આવે.

ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે 30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે.જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે.કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે.

જે જગ્યાએ આવી કોઈ સુવિધા નહીં હોય ત્યાં બીજી કોઈ રીતે સંદેશો પહોંચાડાશે.આ પહેલા દર વર્ષે બે મિનિટનુ મૌન પાળવાનો રીવાજ હતો પણ તેનુ કડકાઈથી પાલન નહોતુ કરાતુ.આ વખતે સરકારે તેના પર દેશવ્યાપી અમલ કરાવવાનુ નક્કી કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.