Western Times News

Gujarati News

ભારતે ભૂટાનને ભેટ સ્વરૂપમાં મોકલી 1.5 લાખ કોરોના વેક્સિન

Files Photo

નવી દિલ્હી, ભારતે કોરોનાકાળમાં પણ પોતાના પાડોશી દેશોની મદદ કરવામાં પીછેહઠ કરી નથી. આજથી ભારત સરકારે ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ,નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને ગિફ્ટ તરીકે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી છે.

ભારત તરફથી સૌ પ્રથમ ભૂટાનને ગિફ્ટ તરીકે કોવિશિલ્ડ રસીના દોઢ લાખ ડોઝ મોકલી દેવાયા છે. કોવિશિલ્ડ રસી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વેક્સિન ભૂટાનના થિમ્પૂ માટે રવાના થઈ હતી.

ભારતની તરફથી ભેટ સ્વરૂપે કોરોના વેક્સિન મેળવનાર ભૂટાન સૌથી પહેલો દેશ બની ગયો છે. કોવિશિલ્ડ વેક્સિનની 1.5 લાખ ડોઝની પહેલી ખેપ ભારતે ભૂટાને રવાના કરી હતી.

ભૂટાન સિવાય અન્ય પાડોશી દેશોને અલગ અલગ સમયે કોરોના વેક્સિન મેકલશે. વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત સરકારને પાડોશી અને પ્રમુખ ભાગીદીરી દેશોને દેશમાં બનાવેલી રસીની આપૂર્તિ માટે ઘણા અનુરોધ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.