Western Times News

Gujarati News

કોંગ્રેસ પ્રમુખ બનવા રાહુલ તૈયાર નહીં થાય તો અશોક ગહલોત પર જવાબદારી નખાશે

નવીદિલ્હી, એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પોતાના મંત્રીમંડળ વિસ્તારની કવાયત કરી રહ્યાં છે તો બીજી તરફ પાર્ટીમાં એક જુથ તેમને દિલ્હી બોલાવવા અને મોટી જવાબદારી સોંપવા માટે સારા વિકલ્પ તરીકે માની રહ્યું છે. રાહુલ ગાંદીએ અત્યાર સુધી આ વાત પર હા પાડી નથી કે તે કોંગ્રેસ અધ્યક્ષનું પદ ફરીથી સંભાળવા માટે તૈયાર છે ગહલોત ગાંધી પરિવારના નજીકના અને વિશ્વાસપાત્ર પણ છે.

હકીકતમાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યા પાર્ટીને સ્થાયી અધ્યક્ષ પર તાકિદે નિર્ણય લેવાનો છે રાહુલ સમર્થક તેમના રાજીનામા બાદ તેમને જ ફરી અધ્યક્ષ બનાવવા માટે મનાવી રહ્યાં છે જયારે રાહુલે પણ હજુ સુધી આ વાત પર હા પાડી નથી જે પણ સ્થાયી અધ્યક્ષ બનશે તેને રાહુલ ગાંધીના કાર્યકાળનો બાકીનો સમય મળશે જાે કે રાહુલના વિદેશથી પાછા ફર્યા બાદ તેમના સમર્થક ફરી તેમને જવાબદારી સંભાળવા માટે તૈયાર કરવામાં લાગ્યા છે.

પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓનું માનવું ચે કે જાે રાહુલ તૈયાર ન થાય તો એવાાં કોઇને સ્થાયી અધ્યક્ષ બનાવવા જરૂરી હશે તેવામાં સોનિયા ગાંધીની સક્રિયાને જાેતા અથવા તો તેમને જ સ્થાયી તરીકે જવાબદારી સંભાળવી પડશે કે પછી વિકલ્પ તરીકે કોઇ વરિષ્ઠ નેતાને તૈયાર કરવા પડશે આ ગુંચવણમં જે નામ સામે આવ્યા છે તેમાં અશોક ગહલોતને આ પદ પર સૌથી યોગ્ય અને નવા જુનાની વચ્ચે સારૂ તાલમેલ બેસાડનારા બતાવવામાં આવી રહ્યાં છે.

સુત્રોનું માનવામાં આવે તો ગત વર્ષ અશોક ગહલોતને આ રીતનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ દિલ્હીના કેટલાક નેતાઓના હસ્તક્ષેપથી તે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર થયા ન હતાં કહેવાય છે કે આ નિર્ણય ગહલોતને લેવાનો છે કે તે રાજસ્થાન છોડી દિલ્હી આવે હકીકતમાં ગહલોત મહામંત્રી સંગઠન તરીકે દિલ્હી જરૂર આવ્યા હતાં પરંતુ રાજસ્થાનની ચુંટણી આવતા જ તેમણે પોતાની સક્રિયતા ફરી વધારી દીધી અને ત્યારબાદ મુખ્યમંત્રી પદનો દાવો પણ કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.