Western Times News

Gujarati News

નેશનલ ક્રશ રશ્મિકાને હજુ સેટ પર જતાં એક અઠવાડિયું લાગશે

જીમમાં લેગ ઈન્જરી બાદ રીકવરીના રસ્તે રશ્મિકા-રશ્મિકાએ શેર કરેલી પોસ્ટને જોતાં એકાદ અઠવાડિયામાં તેનું પરત સેટ પર જવાનું અઘરું જણાય છે

મુંબઈ,  રશ્મિકા મંદાનાને જીમમાં વર્કઆઉટ દરમિયાન પગ પર ઈજા થઈ હતી. ઈન્જરીના પગલે રશ્મિકાની ફિલ્મોનું શૂટિંગ અટકી પડ્યું છે. રશ્મિકાએ પગ પર પાટો બાંધેલો ફોટોગ્રાફ શેર કર્યાે હતો અને પોતે રીકવર થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

આ સાથે રશ્મિકાએ પોતાના કારણે પડી રહેલી તકલીફ બદલ ડાયરેક્ટરોની માફી માગી હતી.એક્ટર રશ્મિકા મંદાનાએ તાજેતરમાં લેગ ઈન્જરી અંગે અપડેટ આપી હતી. રશ્મિકાએ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, જીમની પવિત્ર જગ્યામાં મને ઈજા થઈ હતી. હવે મને આશા છે. કેટલા અઠવાડિયા કે મહિના થશે તેની તો ભગવાનને ખબર છે. ‘સિકંદર’, ‘કુબેરા’ અને ‘થામા’ના સેટ પર પાછા ફરવાની મને આશા છે. વિલંબ બદલ દુઃખ છે.

મારા પગ કામ કરવા સક્ષમ થઈ જાય તે પછી પરત આવી શકાશે. દરમિયાન તમને મારી જરૂર પડે તો હું એક ખૂણામાં બેસીને એડવાન્સ બની હોપ વર્કઆઉટ કરતી હોઈશ. રશ્મિકાએ શેર કરેલી પોસ્ટને જોતાં એકાદ અઠવાડિયામાં તેનું પરત સેટ પર જવાનું અઘરું જણાય છે. રશ્મિકા છેલ્લા ઘણાં સમયથી ત્રણ ફિલ્મોના શૂટિંગમાં દોડા-દોડ કરી રહી હતી. તબીબી સલાહ મુજબ આરામ અને વર્ક આઉટ ચાલી રહ્યા છે.

ઝડપથી કામ પર પાછા ફરવાની તેને આશા છે. સલમાન ખાન સાથેની ‘સિકંદર’ને આ વર્ષે ઈદ પર રિલીઝ કરવાનું આયોજન છે. રશ્મિકાની ઈજાના પગલે આ ફિલ્મની રિલીઝને અસર થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.