બહેનને હેરાન કરતા યુવકને ઈન્સ્ટા.થી ફસાવી મળવા બોલાવીને કચડી નાંખ્યો
ગીર-સોમનાથમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત હકીકતે હત્યા નીકળી
વેરાવળ, ગીર-સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે, આ ઘટના હકીકતે હત્યાની હોવાનું સામે આવ્યું છે. બહેનને હેરાન કરતા યુવકને સગીર ભાઈએ પ્રેમિકા સાથે મળીને ઈન્સ્ટાગ્રામથી ફસાવી મળવા બોલાવ્યો હતો. એ પછી યુવકને બોલેરો પીકઅપ વાનથી ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી સહિત ત્રણની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
તાલાલા સ્ટેટ હાઈવે પર છ સપ્ટેમ્બરની સાંજે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના રર વર્ષીય યુવકને પાછળથી બોલેરો પીકઅપ વાન દ્વારા ઠોકર મારતાં એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ થયો હતો જ્યારે બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો પણ ફરજ પરના તબીબ યુવકને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ મામલે મૃતક યુવકના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. એ પછી ગીર સોમનાથ એલસીબીએ ઉંડી તપાસ હાથ ધરી પર્દાફાશ કર્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યા આવતા હતા. મૃતક યુવક સુરેશ આરોપીની બહેનને હેરા કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવા પ્લા ઘડયો હતો.
મૃતક યુવકની હત્યા માટે આરોપીએ ખૂબ જ ગુનાહિત માનસ સાથે કાવતરું રચ્યું હતું જેમાં આરોપીએ તેની પ્રેમિકાની પણ મદદ મેળવી હતી. રાજકોટ ખાતે ન‹સગનો અભ્યાસ કરતી આરોપીની પ્રેમિકાએ મતક સુરેશને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તે ઈન્સ્ટાગ્રામ દ્વારા અવારનવા વાતો કરી મૃતકનો વિશ્વાસ જીતી લીધો હતો જે બાદ આરોપીના પ્લાન મુજબ મૃતક સુરેશને રાત્રીના સમયે ઘરેથી બહાર લાવવા માટે મળવાનું કહી બોલાવ્યો હતો.
મૃતક સુરેશ પ્રેયસીને મળવા ઉમરેથી ગામથી તાલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો અને ઘુસિયા ગામ નજીક ઈમાનદાર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરદસ્ત ઠોકર મારી નાસી ગયો હતો.
પોલીસની તપાસમાં આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકની હત્યા માટેનો જ પૂર્વ આયોજિત પ્લાન હોવાનું સામે આવ્યું હતું જેથી આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછપરછ કરતાં આરોપીએ સમગ્ર ઘટનાના વટાણા વેરી નાંખ્યા હતા.