Western Times News

Gujarati News

સોનાટાએ ફિલ્મ ‘મિશન મંગલ’ સાથે જોડાણ કર્યુ

સોનાટા મિશન મંગલ કલેક્શન સાથે તમારાં સ્વપ્નને પાંખો આપો

– સોનાટાનો “ખુદ પર યકીન” મંત્ર મિશન મંગલનાં વિઝનને અનુરૂપ છે – 

ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી ટાઇટન હાઉસની વોચ બ્રાન્ડ સોનાટાએ અતિ પ્રતિષ્ઠિત ફિલ્મ ‘મિશન મંગલ’ સાથે પ્રથમ પ્રકારનું જોડાણ કર્યું છે, જેનો ઉદ્દેશ ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓ દ્વારા પ્રેરિત આ વોચની રેન્જ પ્રસ્તુત કરવાનો છે.

સોનાટા મિશન મંગલ કલેક્શન 10 વિમેન્સ વોચનો સેટ ધરાવે છે, જે બ્રાન્ડ અને આગામી ફિલ્મ મિશન મંગલ વચ્ચે કો-બ્રાન્ડેડ પાર્ટનરશિપનાં ભાગરૂપે લોંચ થઈ છે. આ ઘડિયાળોએ ફિલ્મમાં પાંચ મહિલા વિજ્ઞાનીઓનાં પાત્રમાંથી પ્રેરણા મેળવી છે. આ ઘડિયાળોની ડિઝાઇન વ્યક્તિગત વ્યક્તિત્વ અને પાત્રનાં દેખાવને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

સોનાટા અને ફિલ્મ સાથે જોડાણ પર એસએફનાં માર્કેટિંગ હેડ શ્રી ઉત્કર્ષ ઠાકુરે કહ્યું હતું કે, “મિશન મંગલ ફેન્ટાસ્ટિક સ્ટોરી છે, જે મંગલયાન ટીમની કટિબદ્ધતા દ્વારા કરોડો ભારતીય મહિલાઓનાં સ્વપ્નને પાંખો આપે છે. આ ટીમની કુશળતા અને ખંત ગર્વ કરવા જેવી બાબત છે, જેનું સુકાન મહિલા વિજ્ઞાનીઓ સફળતાપૂર્વક સંભાળે છે. આ ઉત્સાહની ઉજવણી કરવા સોનાટાને મિશન મંગલ સાથે પાર્ટનરશિપ કરવાનો ગર્વ છે, જે ભારતીય ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સાને જીવંત કરે છે તેમજ દુનિયા જેને સલામ કરે એવી સિદ્ધિ હાંસલ કરવામાં માને છે. અમારી બ્રાન્ડનો મંત્ર ‘ખુદ પર યકીન’ છે, જે લોકોને તેમનાં સ્વપ્નો સાકાર કરવા માટે કામ કરવાની પ્રેરણા આપે છે, દરેકને પડકાર ઝીલવા પ્રેરિત કરે છે. વોચની કેટેગરીમાં સોનાટા વિશિષ્ટ પણ છે, કારણ કે બ્રાન્ડની દરેક બીજી ગ્રાહક મહિલા છે. અમારાં માટે દરેક મહિલાનું વ્યક્તિત્વ અમારાં આકાંક્ષા અને સતત દ્રઢતાનાં મૂલ્યોનું પ્રતિબિંબ છે.”

આ 10 વોચનું કલેક્શન જુદાં જુદાં લૂકમાં વર્કવેર સ્પેસમાં છે. સોનાટા મિશન મંગલ કલેક્શન ભારતીય મહિલાઓનાં આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે શક્તિશાળી સ્ટાર પરનાં અભિયાન સાથે તેમનું સ્વપ્ન સાકાર કરવા સજ્જ છે.

આ ઘડિયાળોનાં રંગીન પણ ક્લીઅર ડાયલ તમને કામ સમયે પ્રોજેક્ટ્સ પર નજર રાખવામાં મદદ કરશે. વર્લ્ડ ઓફ ટાઇટન સ્ટોર્સ અને www.sonatawatches.in પર ઉપલબ્ધ, જેની કિંમતની રેન્જ રૂ. 1199થી  રૂ. 1849 છે.

મિશન મંગલનાં ડાયરેક્ટર શ્રી જગન શક્તિએ સોનાટા સાથે જોડાણ પર પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમને ભારતની સૌથી વધુ વેચાતી વોચ અને ટાટાની પ્રોડક્ટ સોનાટા સાથે જોડાણ કરવાની ખુશી છે. સોનાટા આકાંક્ષા, નિર્ભરતા, અધિકૃતતા અને ભારતીયતાનાં મૂલ્યો પ્રદર્શિત કરવાની સાથે મિશન મંગલની સ્ટોરીનું પ્રતીક હોવાથી બે સમાન વિચારસરણી ધરાવતી બ્રાન્ડ આ પાર્ટનરશિપ માટે એકમંચ પર આવી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.