હુવાઈ Y9 પ્રાઇમ 2019ને ઓફલાઇન ગ્રાહકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
- ભારતમાં તમામ રિટેલ સ્ટોર્સમાં આ મોબાઇલ સૌથી વધુ ઝડપથી વેચાતા સ્માર્ટફોનની યાદીમાં ટૂંક સમયમાં સ્થાન મેળવશે
- બે આકર્ષક કલર વેરિઅન્ટ – ઇમરાલ્ડ ગ્રીન અને સેફાયર બ્લૂમાં ઉપલબ્ધ
નવી દિલ્હી, 20 ઓગસ્ટ, 2019: હુવાઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રૂપ, ભારતે આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ નવા લોંચ કરેલા હુવાઈ Y9 પ્રાઇમ 2019ને ભારતમાં રિટેલ સ્ટોર્સમાં ઓફલાઇન ગ્રાહકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. ઓફલાઇન ગ્રાહકોનાં આ જબરદસ્ત પ્રતિસાદને પગલે હુવાઈ Y9 પ્રાઇમ ટૂંક સમયમાં સૌથી વધુ ઝડપથી વેચાતા સ્માર્ટફોનની યાદીમાં સામેલ થઈ શકે એવી અપેક્ષા છે.
હુવાઈની આ નવી ઓફર ક્રોમા, પૂર્વિકા અને અન્ય થર્ટ પાર્ટી રિટેલ આઉટલેટ્સ સહિત લગભગ 1000 ઓફલાઇન સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. અગાઉ કંપનીએ હુવાઈ Y9 ઓફલાઇન ગ્રાહકો માટે હાલની પ્રી-બુકિંગ ઓફરની જાહેરાત કરી હતી, જેનાથી આ ઉપકરણની લોકપ્રિયતામાં વધારો થયો છે.
ક્રોમનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, “હુવાઈ Y9 પ્રાઇમ 2019ને દેશમાં અમારાં તમામ સ્ટોર્સમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફોન ઉપભોક્તાઓનું ધ્યાન ખેંચ્યું છે, જેથી એનું સારું વેચાણ થયું છે. આકર્ષક ડિઝાઇન, શ્રેષ્ઠ કેમેરા અને બેટરી લાઇફ જેવી ઉત્કૃષ્ટ વિશિષ્ટતાઓ ઉપરાંત વિવિધ ઓફર વેચાણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.”
હુવાઈએ રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશિપ કરીને સ્પેશ્યલ ઓફર પણ પ્રસ્તુત કરી છે. રૂ. 198/રૂ. 299નાં જિયો રિચાર્જ પર હુવાઈ Y9 પ્રાઇમ 2019નાં યુઝર્સને રૂ. 2200નું કેશબેક અને 125 એડિશનલ 4જી ડેટા મળશે. ઓફલાઇન વેચાણનાં પ્રથમ તબક્કામાં સ્માર્ટફોન દિલ્હી એનસીઆર, પૂણે, મુંબઈ, કોચિન, ચેન્નાઈ અને બેંગલોર (અહીં સ્ટોર્સની યાદી ઉપલબ્ધ છે)માં ઉપલબ્ધ થશે. બજારમાં સૌથી વધુ વિવિધતાસભર પ્રીમિયમ ઉપકરણોમાં સામેલ હુવાઈ Y9 પ્રાઇમ 2019 તમારી તમામ જરૂરિયાતો અને એનાથી વિશેષ સેવાઓ પૂર્ણ કરે છે!