Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ગુરૂવારે ગોવામાં  વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં સહભાગી થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુરૂવાર તા. રર ઓગસ્ટે ગોવાના પણજી ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં ભાગ લેવા ગોવા જશે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાવાની છે.

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે.  પણજી ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતીમાં આ વેસ્ટર્ન ઝોન કાઉન્સીલની બેઠકમાં આંતરરાજ્યોના પ્રશ્નો સંબંધિત ચર્ચા-વિચારણા થશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.  મુખ્યમંત્રીશ્રી સાથે આ બેઠકમાં સહભાગી થવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ તથા નાણાંના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ પણ ગોવા જવાના છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ કાઉન્સીલની ર૩મી બેઠક એપ્રિલ-ર૦૧૮માં ગાંધીનગર ખાતે ગુજરાતના યજમાન પદે તત્કાલિન ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળી હતી.

cm vijay rupani to atted 24th zonal council in goa with amit shah


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.