લગ્નની કરવાની ના પાડતાં યુવાને યુવતિ તથા તેની માતા પર હુમલો કર્યો
યુવતિએ છેડતીની ફરિયાદ કરી : સોશીયલ મિડીયામાં ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી મહીલા તથા યુવતિઓ સાથે ગેરવર્તણૂકની ઘટનાઓ વધતી જાય છે બે દિવસ અગાઉ સાબરમતીમાં બિલ્ડરની ઓફીસમાં ઘુસીને બે શખ્સોએ એડમીન મહીલાની શારીરિક છેડછાડ કર્યા બાદ ગઈકાલે નારોલમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છુક યુવાન ઘેર ગયો હતો જાકે યુવતિની માતાએ ઈન્કાર કરતા યુવાને ઉશ્કેરાઈને મારામારી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
નારોલની આકૃતિ ટાઉનશીપ નજીક પરિવાર સાથે રહેતી ફેશન ડિઝાઈનર યુવતિ વસ્ત્રાપુર ખાતે ભણે છે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના સુમારે ગોળલીમડા નવાવાસ ખાતે રહેતો દિનેશ અમરતલાલ સરગડા યુવતિના ઘરે આવ્યો હતો અને ૧૮ વર્ષીય યુવતિ સાથે લગ્ન કરવા માટે તેની માતા સાથે વાત કરી હતી જાકે અલગ જ્ઞાતિ હોવાને કારણે યુવતિની માતાએ લગ્નનો ઈન્કાર કરતા દિનેશ ઉશ્કેરાઈ ગયો હતો અને જબરદસ્તીથી યુવતીને પકડી લીધી હતી તેની માતા યુવતિને છોડાવવા જતાં દિનેશે તેમની સાથે પણ ઝપાઝપી કરીને ગાળો બોલી હતી
જેના પગલે યુવતિ તથા તેની માતા ગભરાઈ ગયા હતા. દિનેશે યુવતિ સાથે અણછાજતુ વર્તન કર્યુ હતું ઉપરાંત જા તમારી દિકરીના લગ્ન મારી સાથે નહી કરાવો તો તેના ફોટા સોશીયલ મિડીયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. યુવતીના ઘરે આ ઘટના બનતા સોસાયટીમાં પણ હાહાકાર મચી ગયો હતો અને પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા જેથી લોકોની ભીડ જાઈને દિનેશ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો બાદમાં યુવતી તેની માતાને લઈને નારોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.
યુવતીની છેડતી તથા ફોટા વાયરલ કરવાની ધમકીની ફરીયાદ મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને દિનેશને ઝડપી લેવા રાતભર શોધખોળ ચલાવી છે. સુત્રોના જણાવ્યાનુસાર યુવતી તથા દિનેશને પ્રેમસંબંધ હતો અને બંને લગ્ન કરવા માંગતા હતા જાકે સત્ય હકીકત પોલીસની તપાસ બાદ જ સામે આવશે.