Western Times News

Gujarati News

સૈફ-કરીના બીજા સંતાનના જન્મ બાદ પહેલીવાર સાથે દેખાયા

મુંબઈ: ગયા મહિને બીજા સંતાનના જન્મ બાદ બોલિવુડનું સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન મંગળવારે પહેલીવાર સાથે જાેવા મળ્યું હતું. કપલ કારની ટેસ્ટ ડ્રાઈવ માટે બહાર આવ્યું હતું, આ દરમિયાન તૈમૂરની ગેરહાજરી જાેવા મળી હતી. ટેસ્ટ ડ્રાઈવ પર જતી વખતે બેબોએ તેના ફેવરિટ કફ્તાન પર પસંદગી ઉતારી હતી. તેણે વાદળી કલરનું કફ્તાન પહેર્યું હતું જ્યારે સૈફ અલી ખાને કાર્ગો પેન્ટ અને સફેદ ટી-શર્ટ સાથે લૂકને કેઝ્‌યુઅલ રાખ્યો હતો. સૈફ અલી ખાન અને કરીના કપૂરે જે નવી કારની ટેસ્ટ ડ્રાઈવ કરી તેની કિંમત કરોડોમાં છે. જેની તસવીરો પણ સામે આવી છે.

જેમાં સૈફ ડ્રાઈવિંગ કરતો અને કરીના બાજુની સીટ પર બેસેલી જાેવા મળી રહી છે. સૈફ અને કરીનાના ઘરે ૨૧મી ફેબ્રુઆરીએ બીજા દીકરાનો જન્મ થયો હતો. સ્ટેટમેન્ટમાં, સૈફે કહ્યું હતું કે ‘અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. મા અને બાળક સુરક્ષિત અને સ્વસ્થ છે. પ્રેમ અને સપોર્ટ માટે અમારા શુભચિંતકોનો આભાર’. કપલે હજુ સુધી નવજાત દીકરાનું નામ જાહેર કર્યું નથી તેમજ ચહેરો પણ દેખાડ્યો નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરાને ખોળામાં રાખીને પોતાની તસવીર શેર કરી હતી. આ મોનોક્રોમ તસવીરમાં બેબી પટૌડીનો ચહેરો નહોતો દેખાતો. તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું હતું કે, ‘એવું કશું જ નથી જે મહિલાઓ ન કરી શકે?

હેપી વિમન્સ ડે માય લવ્સ ? જણાવી દઈએ કે, બીજા બાળકના જન્મ પહેલા સૈફ અને કરીના તેમના નવા ઘરમાં શિફ્ટ થયા હતા. કપલના નવા ઘર વિશે માહિતી આપતા ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શિની શાહે જણાવ્યું હતું કે, ‘ફોર્ચ્યુન હાઈટ્‌સમાં આવેલા ઘરની જેમ નવા ઘરમાં પણ લાઈબ્રેરી, આર્ટવર્ક, કેન્ડલ અને ફર્નિચર છે. બાળક માટે નર્સરી છે અને તૈમૂર પણ મોટો થઈ રહ્યો છે ત્યારે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જૂના ઘર કરતાં આ ઘર મોટુ છે. જેમાં વિશાળ જગ્યાની સાથે-સાથે સુંદર છત, સ્વિમિંગ પૂલ, આઉટડોર એરિયા પણ છે. દરેક વ્યક્તિ માટે અલગ રૂમ છે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.