કુકડીયાની ગૌવાવ નદીમાં ન્હાવા પડતાં ડૂબી જતાં યુવાનનું મોત
નેત્રામલી: ઇડર તાલુકાના કુકડીયા ગામની ગૌવાવ નદીમાં ગામનો નવ યુવાન મિત્રો સાથે નદીમાં ન્હાવા પડેલો હતો તે સમય દરમ્યાન તેનો એકાએક પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગામલોકોને ધટનાની જાણ થતાં ઇડર ફાયરબ્રિગેડ ને જાણ કરી યુવાનની લાશ ની શોધખોળ હાથ ધરી છે.
ઈડર તાલુકાના કુકડીયા ગામનો યુવાન વણકર મનોજભાઈ લવજીભાઈ ( ઉ.વષૅ ૨૫) ગામના પોતાના મિત્રો સાથે ગામની પાસે આવેલ ગૌવાવ નદીમાં બપોર ના સમયે ન્હાવા માટે ગયા હતા. તે સમય દરમ્યાન નદી ન્હાતા મનોજભાઈ નો પગ એકાએક લપસી જતાં ઉંડા પાણીના ખાડામાં ડૂબી જતા મોત નિપજ્યું હતું .
તેના સાથી મિત્રો ને જાણ થતાં ગામમાં આવી હકીકત જણાવતાં ગામના લોકો મોટી સંખ્યામાં નદી ઉપર દોડી આવી ઈડર ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ ધટના સ્થળે આવી લાશની શોધખોળ હાથ ધરી છે પણ હજુ સુધી લાશ નો કોઈ પત્તો ન મળતાં તેના પરીવારજનો ભારે શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઇડર મામલતદાર ને પણ જાણ થતાં નદીના પટમાં આવી પહોંચ્યા હતા અને વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.