Western Times News

Gujarati News

વટવામાંથી રૂપિયાની લેતી દેતીમાં શાકભાજીના વેપારીનું પત્ની સાથે અપહરણ

ગીતા મંદિર મોબાઈલ માર્કેટના વેપારીઓ વચ્ચેની વાતચીતનો ઓડીયો વાયરલ

અમદાવાદ : વટવામાં રહેતા શાકભાજીના વેપારી અને તેની પત્નીનુ અપહરણ કરનારા આઠ શખ્શો વિરુદ્ધ ફરીયાદ નોધાઈ છે વેપારી બે શખ્શ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા જે મામલે સમગ્ર ઘટના ક્રમ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે અપહરણણકાર આ શખ્શોને ઝડપી લેવા માટે અમદાવાદ પોલીસની ટીમો સુરત ખાતે પહોચી ગઈ છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મનોજ ભુરેલાલ પોતાની પત્ની સાથે આઠેક મહીનાથી શીવપાર્ક સોસાયટી વટવા ખાતે રહે છે. અને પત્ની સાથે મળીને શાકભાજી વેચવાનો ધંધો કરે છે આઠેક વર્ષ અગાઉ આ દંપતી સુરત ઉધના રેલ્વે સ્ટેશન પાસે આદર્શકુજ સોસાયટીમા રહેતા હતા સ્થાનિક વ્યક્તિ  જીતુભાઈ પાસેથી મનોજભાઈ પોતાની જરૂરીયાત મુજબ રૂપિયા લઈ વ્યાજ ચૂકવી આપતા હતા આવી જ રીતે તેમણે છેલ્લે રૂપિયા ત્રીસ હજાર જીતુભાઈ પાસેથી લીધા હતા
બાદમાં અમદાવાદ ખાતે રહેતા આવી ગયા હતા. ગઈકાલે સવારે દંપતી શાકભાજી વેચવા માટે નીકળવા હતા એ સમયે જીતુભાઈ પોતાના આઠેક સાગરીતો સાથે આવ્યા હતા અને મનોજભાઈ તથા તેમની પત્ની રામવતીને જબરદસ્તી ગાડીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા સોસાયટીમાં દંપતીનુ અપહરણ કરતા અન્ય રહીશો પણ ગભરાઈ ગયા હતા.

જ્યારે જીતુભાઈએ મનોજભાઈ રૂપિયા આપ્યા વગર અમદાવાદ આવી જતા ધમકીઓ અપા હતી દરમિયાન બરોડા એકસપ્રેસ હાઈવે આપતા રામવતીને ત્યા જ છોડીને અપહરણ કારો મનોજભાઈને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા પતિના જીવને જાખમ હોવાથી રામવતી સીધા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા તેમની વાત સાંભળીને પોલીસ પ ચોકી ઉઠી હતી અને તુરત જ ઝડપી પગલા લઈને ટીમ બનાવી મનોજભાઈને બચાવવા માટે ગયા હતા જા અપહરણ કારોએ મોડી રાતે ગડદાપાટુનો માર મારીને ધમકીઓ આપીને મનોજભાઈને છોડી મુકતા તેમણે પત્નીનો સંપર્ક કર્યો હતો

પોલીસે મનોજભાઈ ની પ્રાથમિક સારવાર બાદ ફરીયાદ લધી હતી ઉપરાંત જીતુભાઈ અને તેમના સાગરીતાને ઝડપી લેવા માટે રાતોરાત ટીમો બનાવીને વટવા પોલીસને સુરત મોકલવામાં આવી છે ટુક સમયમાં જીતુભાઈ તથા અપહરણમાં સંગોવાયેલા અન્ય શખ્શોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.