Western Times News

Gujarati News

સંજેલીની ગ્રામસભામાં સફાઇ પાણી ગટર તેમજ વિવિધ મુદ્દાને લઇ ગ્રામજનોનો હોબાળો

(પ્રતિનિધિ) સંજેલી 08062019 : સંજેલી ગ્રામ પંચાયત ખાતે મામલતદારની અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં ચૌદમાં નાણાં પંચ પાણી ગટર ટાંકીની સાફ સફાઈ ગૌચરના દબાણો દૂર કરવા દૂર થયેલ દબાણો ઉપર શોપીંગ સેન્ટર બાંધવા તેમજ ગ્રામસભાની બહોળી પ્રસિદ્ધિ કરવા જેવા વિવિધ મુદ્દાઓ સાથે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી લગભગ ૧૦૦૦૦ વસ્તી ધરાવતી પંચાયતની ગ્રામસભામાં સાઇટ સિત્તેર લોકો જ હાજર રહ્યા ગ્રામસભાના અન્ય કોઈ મુદ્દા ચર્ચાય તે પહેલાં જ અડધો કલાકમાં ગ્રામસભા સમાપ્ત કરવામાં આવી.


સંજેલી ખાતે આવેલી ગ્રામ પંચાયતમાં સંજેલી મામલતદાર વી જિ રાઠોડની અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઇ હતી જેમાં વેદ મુદ્દાને લઇ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ગ્રામસભામાં પંચાયત દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવતી નથી પંચાયત પાસે ૨ ટેન્કરો હોવા છતાં પણ પાણીની સુવિધા મળતી નથી તેમજ નળ દ્વારા છ સાત દિવસે આપવામાં આવે છે ૩વર્ષ જેટલો સમય વીત્યો છતાં પણ પાણી ટાંકીની સાફ સફાઈ કરવામાં આવતી નથી ૬ લાખના ખર્ચે બનાવેલી ગટરો પૂરી દેવામાં આવી છે જે ખુલ્લી કરી ગટરો શરૂ કરવામાં આવે તે પણ રજૂઆત કરવામાં આવી હતી છ માસ અગાઉ યોજાયેલી ગ્રામ સભાના ઠરાવને એક પણ કામ થયું નથી સભ્યોને પણ ૧૪ મા નાણાપંચની વિશે અંધારામાં રાખવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તલાટી દ્વારા ૧૪ નાણાપંચની ગ્રાન્ટમાંથી તમામ સભ્યોએ પોતે લાભ લીધો લીધો છે તેવું જણાવવામાં આવ્યું હતું એક વર્ષ અગાઉ તોડેલા દબાણો ઉપર ફરીથી શોપિંગ સેન્ટરો બનાવી બેરોજગારોને રોજગારી માટે દુકાનો ફાળવવામાં આવે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે સંજેલી ખાતેના તમામ ગૌચર ખુલ્લા કરવા માટે પણ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ સંજેલી મામલતદાર ક્વાર્ટર્સ આગળ ચોમાસામાં પાણી ભરાઈ જતાં આસપાસના મકાનો ડૂબી જતા હોવાથી તેની કાયમી વ્યવસ્થા કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી જો પંચાયત દ્વારા વિકાસના કામો કર્યા હોત તો ઇતિહાસમાં પ્રથમ વખત સંજેલી ગ્રામ સભા મા પોલીસ બોલાવી પડી જો પંચાયત દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા હોત તો ગ્રામલોકો દ્વારા પ્રાથમિક સુવિધા વિશે રજૂઆત કરવામાં ન આવતી લગભગ દસ હજારની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતમાં માત્ર ગણ્યા ગાઠ્‌યા જ લોકો ઉપસ્થિત રહ્યા હતા દબાણ તૂટી યે ને એક વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં પણ ગૌચરના દબાણો ખુલ્લા કરવામાં કેમ નથી આવતા ત્યારે ગૌચરના દબાણો ખુલ્લા કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અને ગામમાં દૂર થયેલા દબાણો ઉપર સોપી સેન્ટર બનાવી બેરોજગારોને રોજી રોટી મળી રહે તેવી વ્યવસ્થા કરવી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.