રોણવેલની ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માકડબન ગામે રહેતી ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા રોણવેલની ૧૦૮ એમ્બ્યુલન્સ (108 ambulance) દ્વારા ધરમપુર (dharampur) લઇ જવામાં આવી રહી હતી. તે સમયે ભેંસધરા ગામે પહોંચ્યા બાદ પ્રસવ પીડા વધતા ત્યાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખી પાઇલોટ ધર્મેશ આહિર અને ઇ.એમ.ટી. EMT કનૈયા પટેલે મહિલાની સફળ નોર્મલ પ્રસુતિ કરાવી હતી. પ્રસુતિ બાદ મહિલાને વધુ સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં મહિલા અને બાળક બંને સ્વચ્થ છે.