આતી ક્યા ખંડાલા ગીત પર અનુપમા-વનરાજે ડાન્સ કર્યો
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી હાલ ત્યાં સીરિયલો અને ફિલ્મોના શૂટિંગ બંધ છે. દર્શકો સુધી નવા એપિસોડ પહોંચાડી શકે તે માટે મોટાભાગની સીરિયલોના શૂટિંગ મહારાષ્ટ્ર બહારના વિવિધ સ્થળોએ રિસોર્ટમાં થઈ રહ્યા છે. ટેલિવિઝનની સૌથી પોપ્યુલર સીરિયસ પૈકીની એક ‘અનુપમા’નું શૂટિંગ હાલ ગુજરાતમાં ચાલી રહ્યું છે. રિસોર્ટમાં કલાકારો શૂટિંગ કરવાની સાથે મસ્તી કરતાં પણ જાેવા મળ્યા હતા. અનુપમાના સેટ પરથી ઘણીવાર સીરિયલના એક્ટરો એકબીજા સાથે મસ્તી કરતા વિડીયો કે તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતા હતા.
ત્યારે રિસોર્ટમાં પણ રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેનો મસ્તીભર્યો અંદાજ જાેવા મળ્યો છે. અનુપમા અને વનરાજનો રોલ કરતાં રૂપાલી-સુધાંશુનો ફિલ્મી અવતાર બીટીએસ (બિહાઈન્ડ ધ સીન) વિડીયોમાં જાેવા મળ્યો છે. આમિર ખાન અને રાની મુખર્જીની ફિલ્મ ગુલામના પોપ્યુલર ગીત આતી ક્યા ખંડાલા પર રૂપાલી અને સુધાંશુ ડાન્સ કરતાં જાેવા મળે છે. મજાની વાત તો એ છે કે, અહીં રૂપાલી આમિરનો અને સુધાંશુ રાનીનો ભાગ ભજવતો જાેવા મળે છે.
અહીં બંને અનુપમા અને વનરાજના લૂકમાં જાેવા મળી રહ્યા છે. રિવર્સ રોલમાં સુધાંશુ અને રૂપાલી ફેન્સનું દિલ જીતી રહ્યા છે. રૂપાલીએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “જાે અનુ અને વનુ આવા હોત તો. આ વિડીયો સીરિયલમાં સમરનો રોલ કરતાં એક્ટર પારસ કલનાવતે શૂટ કર્યો છે. આ સિવાય થોડા દિવસ પહેલા આખો શાહ પરિવાર રિસોર્ટમાં ભેગો થયો ત્યારે રૂપાલીએ બા-સમર અને નંદિની સાથે ગાડીમાં બેઠેલો વિડીયો શેર કર્યો હતો.
જેમાં તેઓ ગીત ગાતા અને મસ્તી કરતાં જાેવા મળ્યા હતા. રૂપાલીએ વિડીયો શેર કરતાં લખ્યું હતું, શાહ પરિવાર ફરી ભેગો થયો છે. હવે મજા આવશે. એવું મન થાય છે કે ગાડી પાછળ લખી દઉં કે ‘બુરી નજરવાલે તેરા મુંહ કાલા’. થૂ થૂ થૂ. અમે માસ્ક આ વિડીયો માટે કાઢ્યું છે. તમે બહાર નીકળો ત્યારે મહેરબાની કરીને પહેરજાે.