Western Times News

Gujarati News

રકુલ પહેલાં સારા-અનન્યા પાંડેને રોલ ઓફર થયો હતો

મુંબઈ: રકુલ પ્રીત સિંહ એકવાર ફરી ચર્ચામાં છે, તે પોતાની ફિલ્મ સિલેક્શનને લઈને. રકુલ પ્રીત સિંહ પોતાની અપકમિંગ ફિલ્મમાં કોન્ડોમ ટેસ્ટરનો રોલ પ્લે કરવાની છે. રકુલ પહેલા આ રોલ સારા અલી ખાન અને અનન્યા પાંડેને ઓફર થયો હતો, પરંતુ બન્ને અભિનેત્રીએ તેને કરવાની ના પાડી દીધી. રકુલ પ્રીત સિંહએ પોતાની આગામી ફિલ્મ રોની સ્ક્રૂવાલાની સાથે સાઇન કરી છે.

આ ફિલ્મમાં તે કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા પ્લે કરતી જાેવા મળશે. અત્યાર સુધી ફિલ્મના ટાઇટલ વિશે જાણકારી મળી નથી. પરંતુ રકુલનો રોલ પહેલા સામે આવી ગયો છે. રકુલ પ્રીત સિંહ જે રોલમાં જાેવા મળશે તે ખુબ બોલ્ડ છે. રકુલે તેને એક ચેલેન્જ તરીકે લીધો છે. તેની પહેલા બોલીવુડમાં આ પ્રકારના બોલ્ડ ટોપિક પર ફિલ્મ બનતી રહી છે. આયુષ્માન ખુરાનાની વિક્કી ડોનર આવા બોલ્ડ ટોપિક પર બની હતી. મહત્વનું છે કે મોટી કોન્ડોમ નિર્માતા કંપનીઓ ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાને ત્યાં કામ પર રાખે છે. આ લોકોને કોન્ડોમ ટેસ્ટિંગનું કામ આપવામાં આવે છે અને તેના પર ફિલ્મ આધારિત છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તે ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ચુકતી નથી. રકુલ પ્રીત સિંહ ફિલ્મ મેડેમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે કામ કરશે. અજય ફિલ્મને દેવગન ડાયરેક્ટ કરી રહ્યાં છે. આ પહેલા પણ રકુલે અજયની સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે. પોતાના અપકમિંગ પ્રોજેક્ટ વિશે રકુલ પ્રીત સિંહે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, ન કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. મહત્વનું છે કે રકુલે બોલીવુડમાં દિવ્યા ખોસલા કુમાર નિર્દેશિત ફિલ્મ યારિયાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.