મીરા રાજપૂત શાહિદ કપૂરની આદતથી ખુબ પરેશાન થઈ
મુંબઈ: એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત બોલિવુડના મોસ્ટ લવ્ડ કપલ્સમાંથી એક છે. મીશા અને ઝૈન એમ બે બાળકોના માતા-પિતા એવા શાહિદ અને મીરાની કેમેસ્ટ્રી ગજબની છે અને તેમનું બોન્ડિંગ પણ મજબૂત છે.
કપલ તેમના સોશિયલ મીડિયા પીડીએ માટે જાણીતું છે. શાહિદ અને મીરા સતત એકબીજા સાથેની રોમાન્ટિક તસવીરો તેમજ એપ્રીશિએશન પોસ્ટ શેર કરતાં રહે છે.
જાે કે, શુક્રવારે મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેન્સને ઝલક દેખાડી હતી કે તેનો પતિ શાહિદ કપૂર ઘરે કેવો છે. સ્ટાર વાઈફે ઘરમાં જેમ-તેમ પડેલા શાહિદના જૂતા અને મોજાની તસવીર શેર કરી હતી અને ફેન્સને આ સાથે ગંભીર સવાલ પણ પૂછ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મીરાએ અહીંયા ત્યાં પડેલા શાહિદના જૂતા અને મેલા મોજાની તસવીર શેર કરી હતી અને આ સાથે લખ્યું હતું કે, ‘શું બધા પુરુષો આવા હોય છે?. મીરા રાજપૂતે ઘરમાં કેટલાક નિયમો બનાવ્યા છે અને તેનું પાલન કરવામાં તે પાક્કી છે.
એકવાર શાહિદના ભાઈ ઈશાન ખટ્ટરે પણ ભાભીએ બનાવેલા નિયમોની વાત કરી હતી, જેમાંથી એક જૂતાને લગતો પણ છે. ઈશાને જણાવ્યું હતું કે, શાહિદની ઘરે જતા દરેક લોકોએ મીરાએ બનાવેલા નિયમોનું પાલન કરવું પડે છે.
એકવાર નેહા ધૂપિયાના ચેટ શોમાં વાતચીત કરતાં ધડક એક્ટરે કહ્યું હતું કે, ‘તે શૂઝને લઈને એકદમ પર્ફેક્ટ છે. તે રુમની વચ્ચે છે પરંતુ શૂઝ માટે એક ખાસ ખૂણો છે. પહેલા તો તમારા જૂતા ઉતારો અને પછી ધીમેથી ઘરમાં પ્રવેશો. આ રીતે તેમના ઘરમાં કામ થાય છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂતની વાત કરીએ તો, બંનેના લગ્ન જુલાઈ ૨૦૧૫માં થયા હતા. ટૂંક સમયમાં જ બંનેના લગ્નને ૬ વર્ષ પૂરા થશે. બંને ઉચ્ચે ઉંમરનો ૧૩ વર્ષ જેટલો તફાવત છે.
શાહિદ કપૂરના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, તેે ફિલ્મ જર્સી ફિલ્મમાં જાેવા મળવાનો છે. જે આ જ નામથી બનેલી તેલુગુ ફિલ્મની હિંદી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરની ઓપોઝિટમાં મૃણાલ ઠાકુર જાેવા મળવાની છે.