અનુષ્કા શેટ્ટીનો ફોટો જાેઈને બાહુબલીને ચક્કર આવી ગયા
મુંબઈ: બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આમ તો મીડિયાથી અંતર જાળવતી હોય છે અને બહુ ઓછી જગ્યાએ સ્પોટ થાય છે. સાઉથ ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોટાભાગે પોતાની ફિલ્મોના પ્રમોશન વખતે જ મીડિયા સામે જાેવા મળતી હોય છે. આ જ કારણ છે કે અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સ તલપાપડ રહે છે. જ્યારે પણ અનુષ્કાની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવે છે
ત્યારે હંગામો મચાવી દે છે. હાલમાં સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે. આ તસવીરમાં અનુષ્કા શેટ્ટીનું વજન ઘણું વધી ગયેલું જાેવા મળે છે. જાે કે અભિનેત્રીના ચહેરા પર એક સુંદર સ્માઈલ અને ક્યૂટ ચાર્મ જાેવા મળે છે જે તેના ફેન્સને હંમેશા દીવાના કરી નાખે છે. આ વાઈરલ તસવીરને જાેઈને ફેન્સ ચોંકી ગયા છે કે આખરે અભિનેત્રીએ આટલું વજન કેમ વધારી નાખ્યું? વાત જાણે એમ છે કે આ અનુષ્કા શેટ્ટીની એક જૂની તસવીર છે જે ગત વર્ષે લેવા હતી.
આ દરમિયાન અભિનેત્રી હરિદ્વાર ફરવા ગઈ હતી. જ્યાં તેણે ઋષિઓ સાથે તસવીર લીધી હતી. અત્રે જણાવવાનું કે અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ હાલ ફિલ્મોમાંથી બ્રેક લીધેલો છે. તેની નવી ફિલ્મ અંગે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી તેલુગુ ફિલ્મ સ્ટાર નવીન પોલીશેટ્ટી સાથે આગામી ફિલ્મમાં જાેવા મળી શકે છે.
આ બધા વચ્ચે અભિનેત્રી ફિલ્મ નિશબ્દમમાં પણ જાેવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીના દમદાર અભિનયના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મ કોરોના વાયરસ લોકડાઉનના દિવસોમાં રિલીઝ થઈ હતી. જેના કારણે ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રજુ કરાઈ હતી.