Western Times News

Gujarati News

કેનાલમાં કૂદેલી યુવતીને રાહદારીઓએ બચાવી લીધી

અમદાવાદ, દહેગામ તાલુકાના ઝાક નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ૨૨ વર્ષીય યુવતીએ ઝંપલાવ્યું હતું. આ દ્રશ્ય જાેઈને ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ પોતાના માથા પર બાંધેલી પાઘડીઓનું દોરડું બનાવ્યું હતું અને યુવકીનું રેસ્ક્યૂ કર્યું હતું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ યુવતીને બચાવનારા રાહદારીઓની પ્રશંસા કરી હતી. મળેલી માહિતી પ્રમાણે, દહેગામ તાલુકાના કરોલી ગામની ૨૨ વર્ષની યુવતીના લગ્ન દસક્રોઈ તાલુકાના ભકુંડા ગામમાં થયા હતા. પોતાના સાસરિયાં સાથે યુવતી બાધા પૂરી કરવા માચે કરોલીમાં આવી હતી.

સાસરિયાં જતા રહ્યા હતા, પરંતુ યુવતી પોતાના પિયરમાં રોકાઈ હતી. તેમના ગયા બાદ યુવતી ઘરેથી નીકળી હતી અને સીધી ઝાક કેનાલ પહોંચી હતી. યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ સમયે બાઈક લઈને નીકળેલા માલધારી સમાજના યુવાનો આ દ્રશ્ય જાેઈને ત્યાં ઉભા રહી ગયા હતા અને યુવતીને બચાવવાના પ્રયાસ શરુ કર્યા હતા.

બીજી તરફ યુવતી પણ બહાર નીકળવા માટે તરફડિયાં મારતી હતી, પરંતુ તેને તરત આવડતું નહોતું. બાદમાં યુવાનોએ પોતાના માથા પર બાંધેલી પાઘડી ઉતારી હતી અને તેને એકબીજા સાથે દોરીની જેમ બાંધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.