Western Times News

Gujarati News

વાવાઝોડાથી અસરગ્રસ્તોની વહારે કોઠારીયા ગામના ખેડૂતો

માણાવદર, સોરઠ પંથકના ગીર નેસ વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી ત્યારે માલધારીઓને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું હતું પરંતુ સરકારના પેટનું પાણી હલતું ન હતું અને માલધારીઓ ની મદદ માટે કોઈ પગલાં લેવામાં આવતા ન હતા ત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાંથી દાતાઓ છત વિહોણા બનેલા માલધારીઓની મદદ પહોંચી ગયા હતા અને હાલમાં પહોંચી પણ રહ્યા છે

તાઉતે વાવાઝોડા દરમિયાન નેસડામાં રહેતા માલધારીઓ ના કાચા મકાન નળિયા , છાપરા ઉડી જતા માલધારીઓ છત વિહોણા બન્યા હતા અને તેઓને પોતાના પશુધનને બચાવવા માટે કાકલુદી કરી રહ્યા હતા.

ત્યારે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રકાશદાસજી સ્વામીને લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને વિપુલભાઇ લાલાણીએ નેસડાઓની કહાની વર્ણવતા કોઠારીએ તાત્કાલિક માણાવદર તાલુકાના કોઠારીયા ગામના ખેડૂતો મગનભાઈ નાથાભાઈ કાચા, મુકેશભાઈ લાલજીભાઈ ભૂત,

રમેશભાઈ મોહનભાઈ ભૂત, જગદીશભાઈ મોહનભાઈ ભૂત, અશોકભાઈ ભીખુભાઈ સાપરીયા, વિપુલભાઈ લખમણભાઇ બવાનો સંપર્ક કરી આઠ ગાડી માંડવીની ડાખરીનો ભૂકો વિસાવદર વિસ્તારના નેસડાઓમાં મોકલી આપ્યો હતો કોઠારીયા ગામના ખેડૂતોને સલામ છે એક પણ પૈસા લીધા વગર ૮ ગાડી ભુકો પશુઓ માટે મોકલી આપ્યો હતા.*ે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.