ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે
ગાંધીનગર: પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ ૫.૫૦ થી ઘટાડી ૪ રૂપિયા કરવામાં આવી શકે છે. અગાઉ ૨૦૧૭માં રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા.
હાલ પેટ્રોલ-ડીઝલ ઉપર ૨૦ રૂપિયા વેટ અને ૪ રૂપિયા સેસ છે તેમા ઘટાડો કરવામાં આવી શકે છે. મહત્વનું છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા મોટા શહેરોમાં તેની અસર જાેવા મળી રહી છે ઈધણની કિંમતો વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જૂનગાઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમા સતત ભાવ વધારો જાેવા મળ્યો હતો
રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે નિયમો છુટછાટ આપતા વાહન વ્યવહાર પણ હળવો થયો છે,પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થતા સામાન્ય પ્રજાને મોંઘવારોનો માર સમાન લાગી રહ્યો હતો. પરતું હવે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડા થવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડા ઘણઆ અંશે થોડી રાહત મળશે. જાે કે ગઈ કાલે પેટ્રોલ ભાવ ૯૩.૧૧ રૂપિયા લિટર પહોંચી ગયો હતો જ્યારે ડીઝલનો ભાવ ૯૩.૭૭ પ્રતિ લિટરે પહોંચી ગયો હતો પરતું હવે તેમાં વેટ અને સેસ ઘટના ભાવ ઘટાડો આવી શકે છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાથી સામાન્ય પ્રજાને થોડા ઘણા અંશે રાહત મળી શકે છે