મોદીને ખોટું બોલવાનો નોબેલ પુરસ્કાર મળવો જાેઇએ : દિગ્વિજયસિંહ

નવીદિલ્હી: કેરલના બે માછીમારોની કેરલના કિનારા નજીક ફેબ્રુઆરી ૨૦૧૨ાં કરવામાં આવેલ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે આરોપી બે ઇટાલી નૌસૈનિકોની વિરૂધ્ધ ભારતમાં ચાલી રહેલ અપરાધિક મામલાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા સમજૂતિ હેઠળ આ મામલાની તપાસ ઇટાલીમં જ કરવાની વાત કહી છે. હવે તેને લઇ કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે હકીકતમાં વડાપ્રધાન બનતા પહેલા મોદીએ ઇટાલી નૌસૈનિકોની વિરૂધ્ધ ચાલી રહેલ કાર્યવાહીને નબળી બતાવતા ઇશારામાં સોનિયા ગાંધ પર જ નિશાન સાધ્યું હતું જાે કે હવે સુપ્રીમના નિર્ણય પર એનડીએ સરકારે ચુપકીદી સેવી છે
આ ચુપ્પીને લઇ દિગ્વિજયસિંહે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. આ મામલામાં તે સમયે કોંગ્રેસ સરકારે ઇટાલી નૌસૈનિકોને પકડી તેમના પર કેસ દાખલ કર્યો હતો ત્યારે મોદીએ ટીપ્પણી કરતા ટિ્વટર પર પુછયુ હતું કે ઇટાલી મરીન્સે આપણા માછીમારોની હત્યા કરી જાે મેડમ એટલા દેશ ભકત છે તો શુંતે તે બતાવશે કે નૌસૈનિકોને કંઇ જેલમાં નાખવામાં આવ્યા છે.
મોદીનું આ ટ્વીટ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વાયરલ થઇ રહ્યું છે ટિ્વટર પર એક યુઝરે કહ્યું કે મોદીએ મુખ્યમંત્રી રહેતા આ મામલામાં પ્રોપેંગંડા ફેલાવ્યું હતું તેને લઇ દિગ્વિજયસિંહે કહ્યું કે હું સહમત છું બહેકાવવા અને પાંખડની સાથે ખોટું ફેલાવવાનું પણ જાેડી લો જુઠ્ઠાણુ ફેલાવવાના મામલામાં મોદીને ફકત નોબલ પ્રોઇઝ નહી મળે પરંતુ જાે જુઠ્ઠાણાની વર્લ્ડ ચેપિયનશિપ હોય તો વડાપ્રધાન મોદીને દરેક વખતે ગોલ્ડ મેડલ મળશે તેમને હરાવવા અશકય છે.
દિગ્વિજયસંહના આ ટ્વીટ પર સોશલ મીડિયા પર ટીપ્પણીઓ પુર આવ્યું ભરત રાવ નામના એક યુઝરે કહ્યું કે મોદીજી ફકત ખોટું જ બોલે છે ગત સાત વર્ષોમાં તેમણે એક વાર પણ આ મુદ્દાને ઉઠાવ્યો નથી મોદીજી ફકત ભ્રષ્ટ્ર અને જુઠાણાની મદદથી અખબારો અને ન્યુઝ ચેનલોની હેડલાઇન મેનેજ કરવામાં લાગેલા રહ્યાં છે ત્યાં સુધી કે મોદીજીએ ઇટાલીની સરકારની સાથે સમજૂતિ પણ કરી લીધી છે.