બે મહિના બાદ બેબોના ઘરે બહેનપણીઓની મહેફિલ જામી
કરીનાએ શેર મલાઈકા અરોરા સાથેની તસવીર કરી, કરીનાના ઘરે મલાઈકા સાથે અર્જુન કપૂર આવ્યો હતો
મુંબઈ: મુંબઈમાં લોકડાઉનના નિયમો હળવા થતાંની સાથે જ સેલેબ્સે જિમ, રેસ્ટોરાં અને એકબીજાના ઘરે આવવા-જવાનું શરૂ કરી દીધું છે. બોલિવુડની પોપ્યુલર બહેનપણીઓ એટલે કે મલાઈકા-કરીના અને અમૃતાએ પણ લોકડાઉન ખુલતાં જ એકબીજાને મળવાનો પ્લાન બનાવી દીધો હતો.
શુક્રવારે રાત્રે મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તેમજ અમૃતા અરોરા પોતાના પતિ અને બાળકો સાથે કરીના કપૂરના ઘરે પહોંચી હતી. બે મહિના બાદ આ બહેનપણીઓએ ભેગા થઈને ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. મલાઈકા અરોરા બ્લેક ટી-શર્ટ અને શોર્ટ્સમાં કરીનાના ઘરની બહાર જાેવા મળી હતી. જ્યારે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ બ્લેક એન્ડ બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યો હતો. બીજી તરફ કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અને મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં કરીનાના ઘરની બહાર ઊભેલા મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ હતી. અમૃતાની સાથે પતિ અને તેના બંને દીકરાઓ પણ કરીના-સૈફના ઘરે આવ્યા હતા.
પોતાની બેસ્ટફ્રેન્ડને બે મહિના બાદ મળીને અમૃતા અરોરા ખૂબ ખુશ થઈ હતી. તેણે કરીના સાથેની એક સેલ્ફી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. કરીનાને કિસ કરતી તસવીર શેર કરતાં તેણે લખ્યું, “જ્યારે હું મારી બીએફએફને ૨ મહિના બાદ મળી. તસવીરમાં કરીના વ્હાઈટ ટી-શર્ટ અને ફેન્સી નેક પીસમાં જાેવા મળે છે. દરમિયાન કરિના કપૂરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મલાઈકા સાથે તસવીર શેર કરી છે. તેણે લખ્યું ગુચી ગર્લ્સ ફોરએવર. કરીનાએ આ તસવીર શેર કરતાં અમૃતાએ તરત જ રિપ્લાય કરતાં લખ્યું, ફોટો ક્રેડિટ આપો. મલાઈકા અરોરાએ પણ આ જ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તેણે અમૃતાને તસવીરની ક્રેડિટ આપતાં લખ્યું-‘તે અમારો સારો ફોટો પાડ્યો છે. જણાવી દઈએ કે, કોરોના કાળ દરમિયાન પણ કરીના, કરિશ્મા, મલાઈકા અને અમૃતા એકબીજાના ઘરે અવારનવાર પાર્ટી કે ગેટ ટુ ગેધર માટે ભેગા થતાં જાેવા મળતા હતા. કરીનાના બીજા દીકરાનો જન્મ થયો પછી તેને રમાડવા પણ મલાઈકા-અમૃતા અનેક વખત તેના ઘરે આવી ચૂક્યા છે. જાેકે, બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતા અને લોકડાઉન જાહેર થતાં આ બહેનપણીઓ બે મહિના સુધી એકબીજાનને પ્રત્યક્ષ નહોતી મળી શકતી. જેની કસર તેમણે શુક્રવારે મળીને પૂરી કરી છે.