Western Times News

Gujarati News

પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધાનેરા, ડીસા, વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે પાલનપુરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત વરસાદ રહેતા ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત વરસાદ રહેતા ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ડીસા પાલનપુર ધાનેરા વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. ડીસા પાલનપુર ધાનેરા વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.

પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરીપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાતા લોકો ખુરશીઓ પર બેસેલા નજરે પડી રહ્યા છે.ઘરમાં પાણી તૂટવાના કારણે લોકોને જાનમાલને પણ ભારે નુકસાન થયું છે. ડીસામાં પણ મુખ્ય માર્ગો પર તેમજ મારુતિ પાર્ક અને રીઝમેટ વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું.વહેલી સવારે પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સમગ્ર જિલ્લામાં સાવર્ત્રિક અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.