Western Times News

Gujarati News

સ્પ્લિટ્‌સવિલા ફેમ અનમોલ ચૌધરી લગ્ન વિના મા બની

મુંબઈ: ૨૦૧૭માં સ્પ્લિટ્‌સવિલા ૧૦ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અનમોલ ચૌધરી હાલ ચર્ચામાં છે. અનમોલે ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેનો એક દીકરો છે. અનમોલના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખેલું છે કે તે સિંગલ મધર છે. પરણ્યા વિના મા બનનારી અનમોલે અત્યાર સુધી તેની પ્રેગ્નેન્સીની વાત દુનિયાથી છુપાવીને રાખી હતી પરંતુ હવે તેણે સત્ય સામે લાવી દીધું છે. સાથે જ તે પોતાની અત્યાર સુધીની જર્નીથી ખૂબ ખુશ છે. અનમોલે પોતાના બોયફ્રેન્ડના નામનો ખુલાસો નથી કર્યો

પરંતુ તે બે વર્ષ સુધી આ યુવક સાથે રિલેશનશીપમાં હતી. સંજાેગો એવા ઊભા થયા કે તેનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ બાદ તેને જાણ થઈ કે તે પ્રેગ્નેન્ટ છે. ડિસેમ્બર ૨૦૧૯માં મારા પિરિયડ્‌સ નહોતા આવ્યા અને એ વખતે મને ખ્યાલ આવ્યો કે હું પ્રેગ્નેન્ટ છું. મેં તરત જ નક્કી કરી દીધું કે હું અબોર્શન કરાવી લઈશ કારણકે એ વખતે બાળકને સંભાળી શકવું મને મુશ્કેલ લાગતું હતું. મેં મારા બોયફ્રેન્ડને પણ આ જ જણાવ્યું હતું. ત્યારપછી હું ડૉક્ટર પાસે ગઈ અને તેમણે અલ્ટ્રાસાઉન્ડ કર્યું હતું.

એ દરમિયાન મેં ધબકારા જાેયાને મારી આંખો ભરાઈ ગઈ. હું રડવા લાગી હતી, તેમ અનમોલે જણાવ્યું. અલ્ટ્રાસાઉન્ડ કરાવીને આવ્યા પછી અનમોલ ઘરે આવી અને આગળ શું કરવું તે વિશે વિચારવા લાગી. તેણે કહ્યું, “મેં એબોર્શન કરાવાનો ર્નિણય કર્યો હતો પણ પાછળથી મન બદલાઈ ગયું. હું મૂંઝવણમાં હતી અને સતત પ્રાર્થના કરતી હતી કે ઈશ્વર મને કોઈ રસ્તો સૂજાડે. મને યાદ છે કે, એ વખતે મને એક ફોન આવ્યો હતો અને ફોનના બીજા છેડેથી એક બાળકનો અવાજ મને સંભળાયો હતો.

આ ફોન રોંગ નંબર હતો પણ મને લાગ્યું કે આ ઈશ્વરનો સંકેત છે, તેઓ ઈચ્છે છે કે હું બાળકને જન્મ આપું. મારો પૂર્વ બોયફ્રેન્ડ આ ર્નિણયની વિરુદ્ધમાં હતો પરંતુ મેં ધારી લીધું હતું કે હું બાળકને જન્મ આપીશ. મારા મિત્રોએ વિચાર્યું કે, એકાદ અઠવાડિયા પછી મારો વિચાર બદલાઈ જશે પરંતુ એવું ના થયું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.