Western Times News

Gujarati News

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૩૫,૦૦૦ કરોડનું જીએસટી કૌભાંડ

નવીદિલ્હી: કરચોરી ઝડપી લેવા છેલ્લા એક વર્ષમાં જીએસટી સત્તાવાળાઓએ કરેલી કાર્યવાહીમાં જીએસટી અંતર્ગત ઇનપુટ ટેક્સ ક્રેડિટ જાેગવાઇના દુરુપયોગ દ્વારા કરાયેલી રૃપિયા ૩૫,૦૦૦ કરોડની છેતરપિંડી પકડી પાડી છે. વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા કરાયેલી છેતરપિંડીના ૮૦૦૦ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૨૦-૨૧માં સીએ, વકીલ અને ડિરેક્ટર જેવા ૧૪ પ્રોફેશનલ્સ સહિત ૪૨૬ લોકોની ધરપકડ કરાઇ છે.

સીબીઆઇસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા અને ઉપયોગના ઉંચા પ્રમાણને ધ્યાનમાં લેતાં ફેક જીએસટી ઇનવોઇસ સામે ૯ નવેમ્બર ૨૦૨૦થી દેશવ્યાપી અભિયાન શરૃ કરાયું હતું. જાેકે કોરોના મહામારીના સેકન્ડ વેવના કારણે આ અભિયાન ધીમું પડયું હતું. પરંતુ દેશના વિવિધ ભાગોમાં કોરોના સંક્રમણ ઘટયાં પછી લોકડાઉન ઉઠાવી લેવાતાં વિભાગે રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર આ અભિયાન શરૃ કર્યું છે.

આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓેફ જીએસટી ઇન્ટેલિજન્સ અને સીબીઆઇસી અંતર્ગત આવતા સીજીએસટી ઝોને ચાલુ નાણાકીય વર્ષમાં ૧૨૦૦ કંપનીઓને સંડોવતા ૫૦૦ કરતા વધુ કેસ શોધી કાઢયા છે અને ૨૪ લોકોની ધરપકડ કરી છે. તાજેતરમાં કરાયેલી ધરપકડો અત્યારના સમયની સૌથી વધુ ધરપક.ડ છે. સીબીઆઇસી અત્યાધુનિક આઇટી ટૂલ્સ, ડિજિટલ પુરાવા અને અન્ય સરકારી વિભાગો પાસેથી એકઠી કરેલી માહિતીનો ઉપયોગ છેતરપિંડી કરનારાને ઝડપી લેવા કરે છે.ઔસુરતમાં રૃ. ૩૦૦ કરોડ, નાગપુરમાં રૃ. ૨૧૪ કરોડ, ચંડીગઢમાં રૃ. ૧૧૫ કરોડની બનાવટી આઇટી ઝડપાઇ હતી

સુરત ઝોનલ યુનિટે અસ્તિત્વ ન ધરાવતી કંપનીઓ દ્વારા રૃપિયા ૩૦૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાઇ હોવાનું શોધી કાઢયું હતું. તેવી જ રીતે જયપુરમાં પણ આ રીતે રૃપિયા ૧૦૦ કરોડની બનાવટી આઇટીસી માટે ૩ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. નાગપુરમાં બનાવટી ઇનપુટટેક્સ ક્રેડિટ દ્વારા રૃપિયા ૨૧૪ કરોડનું રિફંડ સેરવી લેનારી ૩ કંપની સામે કેસ નોંધ્યો છે.

ડીજીજીઆઇના ચંડીગઢ યુનિટે રૃપિયા ૧૧૫ કરોડની ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાવવા માટે બનાવટી કંપનીઓનું સંચાલન કરી રહેલા માસ્ટરમાઇન્ડની તાજેતરમાં ધરપકડ કરી કેસ નોેધ્યો હતો. આઈટી ડિપાર્ટમેન્ટે આઠ જુલાઇના રોજ બેંગલોરમાં બે બિઝનેસ પ્રિમાઇસીસ પર સર્વે ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાંની એક ભારતની અગ્રણી મેનપાવર ર્સિવસ પ્રોવાઇડર કંપની છે. સર્વેને અંતે વિવિધ એસેમેન્ટ વર્ષમાં પથરાયેલી સમગ્રતયા રૃ. ૮૮૦ કરોડ જેટલી છુપાવેલી આવક બહાર આવી હતી. સીબીડીટી આ કેસમાં વધુ તપાસ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.