Western Times News

Gujarati News

લીઝા રે ફિલ્મોમાં કામને લઇને ઉત્સુક નથી

ભારતીય-કેનેડિયન અભિનેત્રી લીઝા રે હાલના સમયમાં જુદા જુદા સામાજિક કાર્યોમાં જોડાયેલી છે. કેન્સરના રોગમાંથી મુક્ત થયા બાદ તે આ જીવલેણ રોગ સામે કઇ રીતે લડવામાં આવે તે અંગે પણ સામાજિક કાર્ય કરી રહી છે. સાથે સાથે પુસ્તકો પણ લખે છે. ફિલ્મોને લઇને તે હવે વધારે આશાવાદી નથી. જા કે તે એક્ટિંગ કરવાનો ઇન્કાર કરતી નથી. તેનુ કહેવુ છે કે પોતાની લાઇફને લઇને તે પુસ્તક લખી રહી છે. આ પુસ્તક હવે વર્ષ ૨૦૧૯માં ગરમીની સિઝન સુધી બજારમાં આવે તેવી શક્યતા છે. તેનુ કહેવુ છે કે લાઇફના તમામ અનુભવને તે એક પુસ્તકમાં રજૂ કરવા માટે ઉત્સુક છે. લીઝા રેનુ કહેવુ છે કે પુસ્તકમાં તેના કડવા લાઇફના અનુભવને પણ તે રજૂ કરવા માટે ઇચ્છુક છે.

લીઝા હાર્પર કોલિન્સની સાથે મળીને પુસ્તકનુ પ્રકાશન કરવા જઇ રહી છે. લીઝા રેએ હાલમાં જ સરોગેસીના માધ્યમથી જોડકા બાળકોને જન્મ આપી પોતાના ચાહકોની સાથે સાથે તમામ બોલિવુડ સાથીઓને પણ ચોંકાવી ચુકી છે. લીઝાએ એક નિવેદનમાં કહ્યુ છે કે પોતાની લાઇફના સંબંધમાં પુસ્તકને લઇને તે આશાવાદી છે. પોતાની આત્મકથા લખતી વેળા તે હજારો અનુભવમાંથી પસાર થઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે લાંબા સમયથી આના પર કામ કરી રહી હતી. પોતાના જાડકા બાળકને જન્મ આપ્યા બાદ તે તેના ત્રીજા બાળક તરીકે છે. તેનુ પુસ્તક બજારમાં વહેલી તકે આવે તેમ તે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે મજબુત સમર્થન વિના પ્રમાણિક રીતે પોતાની રીતે પટકથા સાંભળી લેવાની વાત સરળ હોતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રકારનુ પુસ્તક પોતાની રીતે અલગ પ્રકારનુ રહેશે. લીઝા રે પોતાની લાઇફમાં કેન્સરની સામે પણ જારદાર લડાઇ લડી ચુકી છે. તેમાંથી તે સફળ રીતે બહાર આવી છે. બીજી બાજુ તે વિતેલા વર્ષોમાં સેક્સી સ્ટાર તરીકે રહી હતી. તે મહેશ ભટ્ટની ફિલ્મ કસુરમાં સેક્સી રોલમાં નજરે પડી હતી. જેમાં તે આફતાભ સાથે નજરે પડી હતી. લીઝા રે હાલમાં બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.