ઈન્ડિયન આઈડલ ૧૨: પવનદીપે હાઈ હીલ્સ પહેરીને ઠુમકાં લગાવ્યા
ઈન્ડિયન આઈડલના મેકર્સ છેલ્લા ઘણા દિવસથી રોજ ફિનાલેના નવા પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે
મુંબઈ, સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ના ગ્રાન્ડ ફિનાલેને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને હોય પણ કેમ નહીં? શો ૧૦ મહિનાથી તેમને મનોરંજન પૂરું પાડી રહ્યો છે તો. ૧૫મી ઓગસ્ટે ઈન્ડિયન આઈડલ ૧૨નું ફિનાલે યોજાવાનું છે. આ ફિનાલે અગાઉની તમામ સીઝન કરતાં એકદમ હટકે હશે.
ગ્રાન્ડ ફિનાલેને લઈને રોજ નવી-નવી માહિતી સામે આવી રહી છે. જે મુજબ આ એપિસોડ ૧૨ કલાકનો હશે, જેનું પ્રસારણ બપોરના ૧૨થી રાતના ૧૨ વાગ્યા સુધી થશે. ફિનાલેમાં ૨૦૦થી જેટલા વધુ સોન્ગ સાંભળવા મળશે., ૧૫મી ઓગસ્ટ હોવાથી દેશના જવાનો અને કેટલાક પોલીસકર્મી પણ તેના મહેમાન બનશે.
આ સિવાય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના કેટલાક દિગ્ગજ સિંગર્સ સાથે કન્ટેસ્ટન્ટ્સ પર્ફોર્મન્સ આપતા દેખાશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ આવવાના છે. ઈન્ડિયન આઈડલ ૧૨ના મેકર્સ છેલ્લા ઘણા દિવસથી રોજ ફિનાલેના નવા પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને દર્શકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.
આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જાે તમે પવનદીપના ફેન હશો તો તમને આ વીડિયો જાેવાની વધારે મજા આવશે. કારણ કે, હંમેશા સોન્ગ ગાતો અને ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડતો પવનદીપ આ વખતે હાઈ હીલ્સ પહેરીને ડાન્સ કરવાનો છે. ચેનલે શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, ટીવી એક્ટર અન્નુ કપૂર અંતાક્ષરી રમાડે છે.
આ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. એક ટીમ છે, દાનિશ, આદિત્ય નારાયણ અને સોનુ કક્કડની. બીજી ટીમ છે, પવનદીપ, અરુણિતા અને હિમેશ રેશમિયાની અને ત્રીજી ટીમ છે શન્મુખપ્રિયા, અનુ મલિક અને સાયલી કાંબલેની. અન્નુ કપૂર કહે છે કે, ‘મેં એક સોન્ગમાંથી ત્રણ-ૃચાર શબ્દો લીધા છે, જે હું કહીશ અને તેના પરથી તમારે સોન્ગ યાદ કરીને ગાવાનું છે.
જેને સોન્ગ યાદ આવે તે બઝર બગાડશે’. બાદમાં તેઓ શબ્દો કહે છે. આ માટે સૌથી પહેલા પવનદીપ બઝર વગાડે છે અને ‘મેરા નામ ચૂન ચૂન ચૂન ગાઈ છે. જેમાં અરુણિતા તેને સાથ આપે છે.