Western Times News

Gujarati News

વરીના હુસૈનને અફઘાની હોવા પર ટ્રોલ કરાઈ હતી

મુંબઈ, કેડબરીની એડવર્ટાઇઝમેન્ટમાં જે યુવતીની માસૂમિયત અને ખુબસુરતી પર લોકો ફિદા થઇ ગયા હતાં તે એક્ટ્રેસ વરીના હુસૈન જે મૂળ રૂપથી અફઘાનિસ્તાનની રહેવાસી છે. વરીનાનાં પિતા ઇરાક અને માતા અફઘાનિસ્તાનની છે. વરીનાને સલમાન ખાનનાં બનેવી આયુષ શર્માની સાથે ફિલ્મ લવયાત્રીમાં જાેવા મળી હતી. વરીનાની સુંદરતાની ચર્ચા તો ખુબજ થઇ. પણ તેને સફળતા ન મળી. એક્ટ્રેસે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરીના હુસૈને અફઘાની હોવાને કારણે ફિલ્મ મેકર્સ તેને કામ આપવાથી અચકાતા હતાં. તેણે અફઘાની હોવાને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. કરિઅરની શરૂઆતનાં દિવસોથી તે ટાર્ગેટ પર હતી. વરીના હુસૈને તેની ડેબ્યૂ ફિલ્મ ‘લવયાત્રિ’ની રિલીઝ સમયે જણાવ્યું હતું કે, ભારતમાં આવ્યાં બાદ ફિલ્મોમાં કરિઅર બનાવવાનાં તે પ્રયાસમાં લાગી હતી ત્યારે તેને આતંકવાદી દેશથી આવેલી યુવતી કહીને ટ્રોલ કરવામાં આવતી હતી. વરીનાએ જણાવ્યું કે, તે લોકોની વાતોથી પરેશાન થઇ ગઇ હતી. ‘હું આતંકવાદીઓનાં દેશથી આવું છું.’ વરીનાની માતા અને નાનીનાં મોઢે જુના સમયનાં અફઘાનિસ્તાન અંગે ઘણી કહાની સાંભળી હતી.

વરીનાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનનાં લોકો બોલિવૂડની ફિલ્મો ખુબજ જાેવાનું પસંદ કરે છે. વરીનાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનનાં લોકો બોલિવૂડની ફિલ્મો ખુબજ જાેવાનું પસંદ કરે છે. વરીના હુસૈન સલમાન ખાનને તેનો ફેવરેટ એક્ટર માને છે. સલમાનની સાથે તે ફિલ્મ દબંગ ૩નાં ગીત ‘મુન્ના બદનામ હુઆ..’માં નજર આવી ચૂકી છે. એક્ટ્રેસ બનતા પહેલાં વરીના હુસૈને ધ ન્યૂયોર્ક ફિલ્‌ એકેડમીમાંથી ભતરણ પૂર્ણ કર્યું. તે ફિલ્મ એકેડમી ગઇ, મોડલિંગ, કમર્શિયલ ક્યું અને આ હેઠળ લોોકએ દિલમાં તેણે જગ્યા બનાવી લીધી. વરીનાનું ટેલેન્ટ જાેઇ સલમાન ખાને તેને ફિલ્મમાં લીધી. ખબરની માનીયે તો, ‘લવયાત્રિ’ માટે સલમાને દેશભરમાં ઓડિશન લીધા હતાં. પણ તેને પસંદ વરીના આવી હતી. વરીના હુસૈન પણ આ પ્રકારનાં ડ્રેસમાં ખુબજ ગ્લેમરસ લાગે છે. સોશિયલ મીડિયા પર તેનાં ઘણાં સ્ટનિંગ ફોટોઝ છે. જે તે શેર કરતી રહેતી હોય છે. ખુબજ ખુબસુરત અને સ્ટાઇલિશ વરીના હુસૈન લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.