Western Times News

Gujarati News

મારા પિતા મને આ રીતે જોઈને નારાજ થશેઃ બિગ બોસ OTT પર રાકેશ બાપટનું ભાવનાત્મક ભંગાણ

શો લોન્ચ થયાને માંડ 10 દિવસ થયાછે અને દર્શકોએ હાઉસમેટ્સની સર્વ ભાવનાઓ જોઈ લીધી છે. બોલ્ડ, ક્રોધિત, ભાવનાત્મક કે હાસ્ય હોય, બિગ બોસ ઓટીટી હાઉસમાં બધું જ જોવા મળ્યું છે. વારુ, આવી જ એક સ્થિતિ શાંત અને કમ્પોઝ્ડ સ્પર્ધક રાકેશ બાપટ સાથે જોવા મળી, જે તાજેતરમાં પિતાની યાદ કરીને ભાંગી પડ્યો હતો. Raqesh Bapat’s emotional breakdown on Bigg Boss OTT

થોડા દિવસથી પ્રતીકે અંગત ટિપ્પણી કરતાં અને તેને ઉશ્કેરતાં રાકેશ સહન નહીં કરી શક્યો અને તેણે વળતો ઘા કર્યો. જોકે તે પછી હાઉસનો બોસ મેન ભાંગી પડ્યો અને આંખોમાં અશ્રૂઓ સાથે બોલ્યો, મારા પિતાએ મને આ રીતે જોયો હોત તો નારાજ થઈ ગયા હોત. એવું લાગે છે કે કરણ જોહર અને અમુક હાઉસમેટ્સે રાકેશને નિર્દય કહ્યો તેનાથી તે ઉશ્કેરાઈ ગયો છે!

બિગ બોસ ઓટીટી હાઉસમાં તેનાં ફ્રેન્ડ્સ શમિતા શેટ્ટી, રિદ્ધિમા પંડિત અને કરણ નાથે તરંત તેને સાંત્વન આપ્યું અને તેને શાંત કર્યો. હું લશ્કરી કર્મચારીનો પુત્ર છે અને મારા પિતાએ હંમેશાં મને સચ્ચાઈ માટે લડવાનું શીખવ્યું છે.

તેઓ મને નાની બાબતોમાં લડતા જોઈ શકતા નહોતા અને તેઓ મને હંમેશાં કહેતા જા અને દેશ માટે લડાઈ કર, એમ રાકેશ બાપટે જણાવ્યું હતું. અને આ પછી પ્રતીકને ભૂલ સમજાઈ અને તેની પર ટિપ્પણી કરવા માટે રાકેશની માફી માગી.

આ પછી નિશાંત અને પ્રતીક તેમના મતભેદ દૂર કરતાં જોવા મળ્યા હતા. અમને આશા છે કે રાકેશને તેની શક્તિ પાછી મળશે અને મજબૂત બનીને તે પાછો આવશે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.