Western Times News

Gujarati News

સૌથી ફિટ અભિનેતા મિલિંદ સોમણે સીટી સ્કેન કરાવ્યું

મુંબઈ, બોલિવુડના સૌથી ફિટ એક્ટર અને મોડલ મિલિંદ સોમણની ફિટનેસની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ૫૫ વર્ષની ઉંમરે પણ મિલિંજ સોમણ ૨૫ વર્ષના યુવાનને હંફાવે એવી ફિટનેસ ધરાવે છે. પોતાની રનિંગ માટે જાણીતાં અભિનેતાએ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની એક ફોટો શેર કરી હતી જેમાં તેઓ સીટી સ્કેન મશીન પર બેઠા છે.

ફોટો જાેઇને તેમના ફેન્સમાં ધ્રાસકો પડ્યો હતો કે, મિલિંદ સોમણે સીટી સ્કેન કરાવવાની જરુર શી પડી? જાેકે ફેન્સની ચિંતાને દૂર કરવા માટે અભિનેતાએ ફોટો સાથે લખ્યું હતું કે બેંગ્લુરુમા સીટી સ્કેન કરાવ્યું, જેમાં બ્લોકેજ વગેરે ચેક કરવામાં આવ્યું. બધુ નોર્મલ છે. રેગ્યુલર ચેક એપ જરુરી છે પરંતુ આ ચેકએપની વચ્ચે તમે શું કરો છો એ વધારે મહત્વનું છે.

ખાવાનું, કસરત, ઉંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની સારી આદતોથી દરેક ચેકઅપમાં બોડી ફંક્શન નોર્મલ આવે છે ચાહે તમારી ઉંમર ગમે તેટલી હોય. ઉલ્લેખનીય છે કે આ પહેલા મિલિંદ સોમણે મુંબઇના શિવાજી પાર્કથી ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ૪૨૦ કિમીનું અંતર દોડીને પૂરું કર્યું હતું. આ સફર માટે તેમણે આઠ દિવસનો સમય લીધો હતો. જેનો એક વિડીયો મિલિંદે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.