Western Times News

Gujarati News

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન

મુંબઇ, બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું બુધવારે સવારે નિધન થયું હતું. અક્ષયની માતાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી. આ પછી તેને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી ચાહકો સાથે શેર કરી છે.

બોલિવૂડના સુપર સ્ટાર અક્ષય કુમારની માતાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની માતાની તબીયત ઠીક ન હતી જેથી તેમને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે અક્ષય કુમારે સોશિયલ મીડિયા તેમના ફેન્સને જાણકારી આપી કે તેમની માતાનું દુઃખદ અવસાન થયું છે.

સમગ્ર મામલે અક્ષયે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કરતા કહ્યું કે તે મારી મૂળ હતી અને આજે તે મારી પાસે નથી જેના કારણે મને અસહ્ય દર્દ થઈ રહ્યું છે. અક્ષય કુમારે કહ્યું મારી માતા મને આજે સવારે છોડીને જતી રહી અને હવે તે બિજી દુનિયામાં મારા પિતાને મળશે. સાથેજ અક્ષયે તેમના ફેન્સને એવું પણ કીધું કે તમારી બધાની પ્રાર્થનાઓનું હું સન્માન કરું છું

ઉલ્લેખનિય છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં હતા. અક્ષયની માતાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી. આ પછી તેને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આજે સવારે તેમનું નિધન થયાના સમાચાર અક્ષયે પોતે ટિ્‌વટર્ન માધ્યમથી આપ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.