તારક મહેતાની સોનૂ હવે અતરંગ અવતારમાં જાેવા મળી

મુંબઈ, હિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખૂબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતા જાેયા છે. શોનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનૂને લોકો ખૂબ પ્રેમ કરે છે. મોટાભાગે તેમના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. પોતાની એડવેંચર લાઇફના ફોટા પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે નિધિનો વણજાેયેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ અતરંગે અવતારમાં જાેવા મળી રહી છે.
જાેકે, નિધિ ભાનુશાળીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને નિધિના મિત્રએ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. નિધિ વીડિયોમાં બેફિક્ર અંદાજમાં જાેવા મળી રહી છે. આ વીડિયો તેમના મિત્રો સાથે ગોવા ટ્રિપનો છે, જ્યાં તેમણે ખૂબ મસ્તી કરી છે. ક્યારેક અંડર વોટર તો ક્યારેક બીચ પર ખૂબ જલવા વિખેરતી જાેવા મળી છે. નિધિનો બિકિની અવતરા તો ઘણીવાર જાેવા મળ્યો છે, પરંતુ તેમનો આવો અવતાર તો કદાચ જ તમે ક્યારેય જાેયો હશે.
નિધિ ભાનુશાળીએ અલગ-અલગ બિકિની અને બોલ્ડ આઉટફિડ્સમાં વીડિયોમાં આગ લગાવી દીધી છે. આ વીડિયોમાં તેમની આખી ગોવા ટ્રિપની મસ્તીને જાેઇ શકાય છે. તમને જણાવી દઇએ કે વીડિયો શેર કરનાર આ મિત્રની સાથે નિધિ ભાનુશાળી બીજી ઘણી ટ્રિપ કરતી રહે છે. રોડ ટ્રિપ પર પણ તે આની સાથે જ ગઇ હતી. નિધિ આ વીડિયોમાં પ્રેજેંટર બની છે તો બીજી તરફ તેમના મિત્રોએ વીડિયો શૂટ અને એડિટ કર્યો છે. આ વીડિયોમાં નિધિના બોલ્ડ અવતાર સાથે જ હિપ્પી અવતાર પણ જાેવા મળ્યો છે.
નિધિ ભાનુશાળીના ઘણા ફોટા અને વીડિયો પહેલાં પણ વાયરલ થઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે પહેલાં જ નિધિ ભાનુશાળીનો એક બિકિની વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે જંગલ વચોવચ એક તળાવમાં નહાતી જાેવા મળી રહી હતી. ત્યારબાદ તેમણે વચ્ચે વીડિયો શેર કર્યો હતો. પહેલાં પણ તેમના બિકીની વીડિયો વાયરલ થતા રહે છે. નિધિના ઘણા ફેન્સ તેમને યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાની ભલામણ કરી રહી છે, જેથી તે તેમના વીડિયો વિસ્તારથી જાેઇ શકે. નિધિ ભાનુશાળી લાંબા સમયથી નવી જગ્યાઓ પર ફરી રહી છે.
તમને જણાવી દઇએ કે નિધિ ભાનુશાળી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ ભિડેની પુત્રી સોનાલિકા એટલે કે સોનૂનું પાત્ર ભજવતી હતી. સોનૂ ટપ્પૂ સેનાની સૌથી હોશિયાર સભ્ય છે. હવે આ પાત્રને પલક સિધવાની ભજવી રહી છે. નિધિ અને પલક પહેલાં ઝીલ મહેતાએ આ પાત્રને ભજવ્યું હતું.SSS