Western Times News

Gujarati News

આરોગ્ય મંત્રીએ કિડની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કૌશિકભાઇ પટેલની મુલાકાત લીધી

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે કિડની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૂર્વ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલની મુલાકાત લઇ સ્વાસ્થ્ય પૃચ્છા કરી

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

આરોગ્યમંત્રીશ્રી એ શ્રી કૌશિકભાઈ પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી. હાલ શ્રી કૌશિકભાઈ પટેલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી  ડિસ્ચાર્જ લઈ સ્વગૃહે પરત થશે

ત્યારબાદ આરોગ્ય મંત્રી શ્રી એ કિડની અને યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર શ્રીઓ સાથે સ્વાસ્થ્ય વિષયક સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ, તેમની જરૂરિયાત સંલગ્ન ચર્ચાઓ પણ કરી હતી

આ વેળાએ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી વિનીત મિશ્રા, યુ. એન. મહેતાના ડાયરેક્ટર શ્રી આર. કે. પટેલ  આરોગ્ય મંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.