Western Times News

Gujarati News

એવું તે શું થયું હતું, આરતી અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે કે આરતીએ બે વર્ષ સુધી વાત નહોતી કરી

મુંબઈ, બિગ બોસ ૧૩ના વિજેતા અને એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અકાળે અવસાનને કો-કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ આરતી સિંહ પચાવી શકી નથી. ૨ સપ્ટેમ્બર હાર્ટ અટેક આવતાં સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું. ત્યારે હવે આરતી સિંહને સિદ્ધાર્થ સાથે સંપર્કમાં ન રહી હોવાનો અફસોસ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Arti singh sharma (@artisingh5)

જાેકે, આરતીએ આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. બિગ બોસ ૧૩ પૂરું થયા પછી સિદ્ધાર્થ શુક્લાના સંપર્કમાં કેમ નહોતી તેનું કારણ આરતીએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું છે. આરતીએ કહ્યું, “હું છેલ્લા બે વર્ષથી સિદ્ધાર્થના સંપર્કમાં નહોતી. મેં છેલ્લે ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સિદ્ધાર્થ સાથે વાત કરી હતી.

ત્યાર પછી અમારી વાત જ નથી થઈ. સિદ્ધાર્થ સાથે મારી મિત્રતા અંગે જે વાતો થતી હતી તેનાથી મને ધક્કો લાગ્યો હતો. મારા પર સિદ્ધાર્થ-શહેનાઝ અને તેમની મિત્રતા વચ્ચે આવવાના આક્ષેપો થયા હતા. એ પછી મેં નક્કી કર્યું કે હું તેમનાથી અંતર રાખીશ. હું તેમની મિત્રતાની વચ્ચે નહીં આવું.

 

View this post on Instagram

 

A post shared by Arti singh sharma (@artisingh5)

હું એવી વ્યક્તિ નથી જે કોઈના જીવનમાં તણાવનું કારણ બનું. હવે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો ત્યારે આરતીને તેની સાથે વાત ન કરી હોવાનો અફસોસ છે. તેણે કહ્યું, “હું તેની સાથે સંપર્કમાં ના રહી અને આ વાતનો મને કાયમ અફસોસ રહેશે. કેટલાક એવા પ્રસંગો હતા જ્યારે મને તેને ફોન કરવાની ઈચ્છા થઈ હતી પરંતુ મેં માંડી વાળ્યું.

મને લાગ્યું કે એ પોતાની જિંદગીમાં ખુશ છે અને તેને શાંતિથી જીવવા દઉં. હું તેને ખુશ જાેઈને ખુશ થતી હતી અને એટલે જ મેં વાત કરવાનું રહેવા દીધું. પરંતુ કોઈએ નહોતું વિચાર્યું કે આવું કંઈ થઈ જશે. આ કમનસીબ અને હતપ્રભ કરતી ઘટના છે. મારું દિલ શહેનાઝ માટે દુઃખી છે. આ ઘટના પરથી હું એટલું શીખી છું કે હંમેશા દિલની વાત સાંભળવી. સામેવાળો શું વિચારશે એ ન વિચારો, પોતાનું મન કહે તે કરો. કંઈ નહીં તો હું એનો અવાજ જ સાંભળી શકી હોત તો પણ મને સંતોષ થાત કે મેં પ્રયત્ન કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.