Western Times News

Gujarati News

ભવાનીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન BJP સાંસદ દિલીપ ઘોષ પર હુમલો

કલકત્તા: પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો છે.

ભારતીય જનતા પાર્ટીએ હુમલાનો આરોપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારઝૂડ પણ થઇ છે. આ ઉપરાંત ટીએમસી કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ વિરૂદ્ધ નારેબાજી કરી અને ધક્કા મુક્કી પણ કરી.

દિલીપ ઘોષએ કહ્યું કે પ્રચાર દરમિયાન સત્ત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓએ ગુંડાગર્દી તરફ ટીમએમસી કોઇપણ ચૂંટણી જીતવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.