Western Times News

Gujarati News

યુવકને બે અજાણ્યા ઈસમોએ માર મારીને માથું ફોડી નાખ્યું

અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે કથળી હોય એમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં દાણીલીમડા અને નરોડામાં મારામારીની બે વિચિત્ર ઘટના સામે આવી છે. દાણીલીમડામાં એક ફોન કરવા માટે મોબાઈલ ન આપતા ત્રણ અજાણ્યા ઈસમોએ એક યુવકને છરીનાં ત્રણ ઘા માર્યા છે. જ્યારે નરોડામાં ફૂટપાથ પર સૂતેલા યુવકને બે અજાણ્યા ઈસમોને માર મારીને માથું ફોડી નાખ્યું છે.

દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને બેકરીમાં કામ કરતો નૂર ઇસ્લામ ગ્યાન ૩૦મી સપ્ટેમ્બરના દિવસે રાત્રીનાં સમયે બેકરીનું કામકાજ પતાવીને બેકરીનાં દરવાજા પાસે ખુરશીમાં બેઠો હતો. આ દરમિયાન એક રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા હતા. જેમાંથી એક ઈસમ ફરિયાદી યુવક પાસે આવ્યો હતો અને તેણે ફોન કરવા માટે તેનો મોબાઈલ માંગ્યો હતો.

પરંતુ ફરિયાદીના મોબાઈલમાં બેલેન્સ ન હોવાથી તેણે ફોન આપવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન રિક્ષામાંથી ઉતરેલા ઈસમે પીડિતનું ટી-શર્ટ ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, ફરિયાદીએ બૂમાબૂમ કરતા રિક્ષામાંથી બીજાે એક ઈસમ આવ્યો હતો.

જેણે નજીકમાં પડેલ લીલું નાળિયેર ફરિયાદીના માથાના ભાગે માર્યું હતું. જ્યારે બીજાે ઈસમ તેની પાસે રહેલી છરીનાં ત્રણ ઘા ફરિયાદીએ મારીને પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અન્ય એક બનાવના વાત કરીએ તો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા રવિ વેકરિયા જ્યાં જગ્યા મળે ત્યાં ફૂટપાથ પર સૂઈ જાય છે.

ગઇકાલે રાતનાં બે વાગ્યાની આસપાસ રવિ નરોડા પાટિયા પાસે આવેલા અનુરાધા મેડિકલની આગળ આવેલી દુકાનોની ફૂટપાથ પર સૂતો હતો. ત્યારે બે ઈસમો આવ્યા હતા. અને ફરિયાદીને કહેવા લાગ્યા હતા કે અહીં કેમ સૂતો છે. ફરિયાદીએ પોતાને ઘર-બાર ન હોવાથી ત્યાં સૂતો હોવાનું જણાવતા જ બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદમાં બંને ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યા હતા.

ફરિયાદીએ તેમને ઝઘડો કરવાની ના પાડતા જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને બંને ફરિયાદીને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. જ્યારે એક આરોપીએ ફરિયાદીના માથાનાં ભાગે લાકડી મારતા તેને લોહી નીકળવા લાગ્યુ હતું. જેથી બંને ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા.

ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.