GTU અને GCA વચ્ચે સિવિલ એન્જિ.ના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ સંદર્ભે MoU કરવામાં આવ્યાં
સિવિલ એન્જિનિયરીંગ વિદ્યાર્થીઓ માત્ર વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુસર આ એમઓયુ કરવામાં આવ્યાં છે.-પ્રો. ડૉ. નવીન શેઠ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ શાખાઓમાંઅભ્યાસ કરતાં ફાઈનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે , તે હેતુસર વિવિધઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશિપ ફરજીયાત કરવામાં આવી છે. MoU between Gujarat Technological Uni and Gujarat Contractior Association
આ અનુસંધાને વિદ્યાર્થીને મલ્ટીનેશનલકંપનીમાં ઈન્ટર્નશિપ કરવા મળે તે માટે જીટીયુના ઈન્ટ્રીગ્રેટેડટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ (I-TAP)કાર્યરત છે. તાજેતરમાં જ જીટીયુ અને ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન (GCA) વચ્ચે સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ સંદર્ભે એમઓયુકરવામાં આવ્યાં હતા.
આ સંદર્ભે જીટીયુનાકુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તથા વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફથાય તે હેતુસર આ એમઓયુ કરવામાં આવ્યાં છે
સિવિલ એન્જિનિયરીંગ શાખામાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાંહોય છે. પ્રતિભાવાન વિદ્યાર્થીને મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક અને પ્લેસમેન્ટ પૂરૂં પાડવામાં આ એમઓયુ મદદરૂપ થશે. સાઇટ્સ વિઝીટ , અદ્યતનટેકનોલોજી અને બાંધકામ ક્ષેત્ર પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ,
સિવિલ એન્જિનિયરીંગના રિસર્ચ ,સહાયક ઉદ્યોગો જેવા કે, સિવિલ મશીનરી ઉત્પાદન , સોફ્ટવેર ડેવલપર્સ અને સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રેપણ વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં મદદરૂપ થશે. આગામી દિવસોમાં અન્ય શાખાનાવિદ્યાર્થીઓ માટે પણ વિવિધ સંસ્થાઓ સાથે આ પ્રકારે એમઓયુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં આઈ-ટેપ હેડ ડૉ. કેયુર દરજી, જીટીયુ એન્જિનિયરીંગ વિભાગના ડિન ડૉ. જી. પી વડોદરીયા ,સિવિલ એન્જિનિયરીંગ વિભાગના બોર્ડ ઑફ સ્ટડીઝ મેમ્બર શ્રી ગીરીશ શિંગાઈ અને જીસીએનાકોર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.