Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પ્રખ્યાત દિગ્દર્શક સુનિલ સૂચકનું નિધન

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને વધુ એક ફટકો પડ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાથી પ્રખ્યાત થયેલા ઘનશ્યામ નાયકના નિધન બાદ વધુ એક ફિલ્મ કલાકારનું નિધન થયું છે. સુનિલ સૂચકનું હાર્ટ એટેક આવતા ૪૬ વર્ષે નિધન થયું છે. સુનિલ સૂચક ગુજરાતી રંગભૂમિના કલાકાર હતાં.

ગુજરાતી સુનિલ સૂચક ટેલિવિઝન સિરિયલના દિગ્દર્શક પણ હતાં. સવારે હૃદય રોગનો હુમલો આવતા તેઓનું આજ રોજ અમદાવાદ ખાતે નિધન થયું. જેથી મળતી માહિતી અનુસાર આજે સવારના અમદાવાદ ખાતે “લો ગાર્ડન” પાસે સવારના ૭થી ૯ વાગ્યા સુધીનું શૂટિંગ શરૂ હતું. સવારથી જ એમના હાથમાં દુઃખાવો થઇ રહ્યો હતો.

જાે કે શૂટિંગ પૂરું કરી બીજા સ્થળે શૂટ કરવા માટે નીકળ્યા ત્યારે અચાનક જ તેઓના મોઢામાંથી ફીણ નીકળ્યું અને તેઓને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં પણ ત્યાં સુધીમાં તો તેઓએ દેહ છોડી દીધો હતો. નોંધનીય છે કે, તેમના પાર્થિવ દેહને આજે સાંજ એમ્બ્યુલન્સમાં મુંબઈ લઇ જવાયો છે.જાે કે, હજુ અંતિમ વિધિ ક્યારે યોજાશે તે અંગેની વિગત સામે આવી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.