એવું તે શું કારણ છે કે, ફરાહ અને અનુ મલિકે, “મૈં હું ના” પછી ફરી સાથે કામ ના કર્યું
રોગચાળાની તનાવની અસર હજી પણ જોવાઈ રહી છે, ત્યારે ઝી ટીવી તેના આગામી રિયાલિટી શો ઝી કોમેડી શો દ્વારા દેશનો મૂડ સુધારવા પ્રયત્ન કરવાની સાથે તેના દર્શકોને તનાવમાંથી બહાર કાઢીને ખડખડાટ હસાવવા પ્રયત્ન કરી રહ્યું છે.
શોએ ભારતના ટોચના કોમેડીઅન્સએ તેમને ખડખડાટ હસાવીને દરેક ભારતીય પરિવારને તેમના કાઉચ પર જકડી રાખીને તનાવને દૂર કર્યો છે, ત્યારે આ સપ્તાહને અંતે, શો પર એક ખાસ મહેમાન તરીકે તમે સંગીતકાર અનુ મલિકને આપણું મનોરંજન કરતા જોઈ શકશો, કેમકે તે ખાસ મહેમાન તરીકે જોવા મળશે, Farah Khan and Anu Malik finally reveal why they haven’t collaborated again after Main Hoon Na film.
તેમનું ગૂંઢ વ્યક્તિત્વ અને ધમાકેદાર ગીતો દર્શકોને અવાક કરવા તૈયાર છે, ત્યારે ઝી કોમેડી શોના 10 કોમેડિયન્સ એક સાથે- ટીમ હસાયેંગે તરીકે સાથે આવીને દરેકે દરેક આપણને ખટખડાટ હસાવશે!
ઝી કોમેડી શો પર આ સપ્તાહના અંતે ખાસ મહેમાન તરીકે જાણિતા મ્યુઝિક કમ્પોઝર અને ગાયક અનુ મલિક જોવા મળશે
દરેક કોમેડિયન્સના અત્યંત રમૂજી એક્ટની સાથે, આપણા લાફિંગ બુદ્ધા ફરાહ ખાનના વિનોદી પ્રતિભાવ પણ દરેકને અવાક કરી રહ્યા છે,ત્યારે ફરાહ ખાન અને અનુ મલિકની એક નિખાલસ કબુલાતે બધાને ચકિત કરી દીધા. કેટલાક ખૂબ જ મનોરંજક એક્ટ બાદ,
ડો. સંકેત ભોસલેં તેના સંજય દત્તના અવતારમાં સ્ટેજ પર આવીને ફરાહ ખાન અને અનુ મલિકને ખાસ મહેમાન તરીકે બોલાવીને તેનો બાબા કા દરબાર ચેટ શોની શરૂઆત કરી.
આ દરમિયાન તે કેટલાક રસપ્રદ રહસ્યો પણ બહાર લાવ્યો, તેને ફરાહ ખાન અને અનુ મલિકને મૈં હું ના પછી એકબીજાની સાથે ફરી કામ ન કરવાનું સાચું કારણ પણ પૂછ્યું. સંકેતના જવાબમાં ડિરેક્ટર અને મ્યુઝિક કમ્પોઝરએ એવી અનઅપેક્ષીત વાત કહી કે બધા અવાક થઈ ગયા.
ફરાહ ખાને જણાવ્યું કે, “મૈં હું નાનું સંગીત એટલું સરસ હતું કે, એ મૂવી પછી મને નથી સમજાતું કે, અમે બંને તે ઉંચાઈએ કઈ રીતે પહોંચી શકીશું. જો કે, અમે ઘણા રિયાલિટી શોમાં સાથે કામ કર્યું છે અને અમે સારા સંબંધો પણ ધરાવીએ છીએ.”
આ બાજું અનુ મલિકે પણ કહ્યું કે, “મને લાગે છે કે, ફરાહએ ખૂબ જ સારી ફિલ્મમેકર છે અને હું તેનો ખૂબ જ આદર કરું છું.
જો તે મને કોઈ ફિલ્મ માટે લેશે તો, તેના મનમાં તે અંગે કંઈક તો વિચારીને જ તેને મૈં હું ના માં મ્યુઝીક કમ્પોઝિંગ માટે મને ઓન બોર્ડ લેવાનો નિર્ણય લીધો હશે.
તો જે તેને મને અન્ય કોઈ મૂવી માટે નથી લીધો તો, તેના મનમાં બીજા પણ કંઇક બાબતો આવતી હશે, પણ તેના પ્રત્યેનો પ્રેમ અને આદર હંમેશા એટલો જ રહેશે.”
અનુ મલિક અને ફરાહ ખાનના નિખાલસ સ્વિકાર્ય અને ગાયકના અદ્દભુત પફોર્મન્સએ તમારું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે તમે પણ આ સપ્તાહના અંતના એપિસોડમાં ઝી કોમેડી શોના કલાકારોના કોમેડી એક્ટ્સ જોવાનું ચુકશો નહીં.