મહાનવમી પર શિલ્પા શેટ્ટીએ ઘરે હવન કરાવ્યો
મુંબઈ, શિલ્પા શેટ્ટી દરેક તહેવારને ભારે ઉત્સાહ સાથે ઉજવે છે. એક્ટ્રેસના ઘરે માતાજીનું સ્થાપન થયું છે અને નવરાત્રી શરૂ થઈ ત્યારથી તે સેલિબ્રેશનની તસવીરો શેર કરી રહી છે. આજે છેલ્લું નોરતું એટલે કે મહાનવમી છે, ત્યારે શિલ્પા શેટ્ટીના ઘરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેની ઝલક તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર દેખાડી છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મહાનવમી નિમિત્તે બે વીડિયો શેર કર્યા છે. જેમાંથી પહેલી સ્ટોરીમાં તેણે માતાજીનું સ્થાપન દેખાડ્યું છે, જેમાં દરેક માતાજીની મૂર્તિનો શણગાર કરાયો હોવાનું જાેવા મળી રહ્યું છે.
શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે અન્ય વીડિયો શેર કર્યો છે. જેમાં માતાજીના સ્થાપન પાસે હવન કૂંડ જાેવા મળી રહ્યો છે. આ સાથે તેણે નવરાત્રી અને નવમી હવન જેવા બે હેશટેગ પણ વાપર્યા છે. શિલ્પા શેટ્ટી દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે, ત્યારે તેણે નવરાત્રીની ઉજવણીમાં પણ કોઈ કચાશ રાખી નથી.
બુધવારે દુર્ગા અષ્ટમી હતી ત્યારે શિલ્પા શેટ્ટીએ તેના જૂહુ સ્થિત બંગલોમાં કંજક પૂજા હતી. છેલ્લે ‘સુપર ડાન્સર ૪’માં જાેવા મળેલી એક્ટ્રેસ દર વર્ષે આઠમ પર તેના ઘરે કુંવારિકાઓને જમવા માટે બોલાવે છે અને આ વખતે પણ તે પરંપરાને યથાવત્ રાખી હતી.
એક્ટ્રેસે સૌથી પહેલા છોકરીઓની આરતી ઉતારી હતી અને બાદમાં હલવો, પૂરી અને ચણાનું શાક જમવામાં આપ્યું હતું. કંજક પૂજાની તસવીરો પણ તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સોમવારે દીકરા વિઆન અને દીકરી સમિષા સાથે તે માતાજીની પૂજા કરતી હોય તેવો વીડિયો શેર કર્યો હતો.
વીડિયોમાં વિઆન મમ્મીની સાથે સંસ્કૃત શ્વોક બોલતો જાેવા મળ્યો હતો જ્યારે સમિષાએ સૌથી પહેલા ઘંટડી વગાડી હતી અને બાદમાં મમ્મી શિલ્પાનો હાથ પકડીને આરતી ઉતારી હતી. આ વીડિયો ખૂબ જ ક્યૂટ હતો. પતિના કારણે શિલ્પા શેટ્ટીને છેલ્લા ૨-૩ મહિનામાં ઘણું સહન કરવું પડ્યું છે. પરંતુ તહેવારની ઉજવણીમાં તેણે આ બધી બાબતોને આડે આવવા દીધી નથી.SSS