Western Times News

Gujarati News

સાક્ષી પ્રેગનન્ટ છે, ધોની ફરી પિતા બનવાનો હોવાની ચર્ચા

નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી આઈપીએલ ચેમ્પિયન બની છે અને ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચોથી વખત ટ્રોફી જીતવામાં સફળ થઈ છે.

જાેકે ગઈકાલે રમાયેલી ફાઈનલ બાદ સોશિયલ મીડિયા પર જે ખબર વાયરલ થઈ રહી છે તે એ છે કે, માહી બીજી વખત પિતા બનવાનો છે. તેની પત્ની સાક્ષી પ્રેગનન્ટ છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, સાક્ષીને ચોથો મહિનો જઈ રહ્યો છે. ધોનીના સાથી ખેલાડી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ આ બાબતની જાણકારી આપી હતી.

સાક્ષીએ ૨૦૧૫માં પુત્રી જીવાને જન્મ આપ્યો હતો. તે સમયે ધોની ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વન ડે વર્લ્‌ડકપમાં ભારતીય ટીમ સાથે હતો. જન્મના ત્રણ મહિના બાદ ધોનીએ પોતાની પુત્રીનુ મોઢુ જાેયુ હતુ.

જીવા અવાર નવાર ધોની સાથે નજરે પડે છે. આઈપીએલમાં પણ તે સ્ટેડિયમમાં પોતાના પિતાને ચીયર કરવા માટે આવતી હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.