છોટાઉદેપુર ખાતેથી રાજ્યવ્યાપી ન્યૂમોકોકલ કોન્જુગેટ રસીકરણનો પ્રારંભ
બાળઆરોગ્ય રક્ષાની નવી પહેલના રૂપમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરના અલ્હાદપુરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આજે રાજ્યવ્યાપી ન્યૂમોકોકલ કોન્જુગેટ રસીકરણનો પ્રારંભ કરાવ્યો. વિના મૂલ્યે આપવામાં આવનાર આ રસી ન્યૂમોનિયા અને મગજના તાવ સામે બાળકોને આરોગ્ય કવચ પૂરું પાડશે.