Western Times News

Gujarati News

નીટની પરીક્ષાના પરિણામ પરનો સ્ટે સુપ્રીમે હટાવ્યો

નવી દિલ્હી, મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બે વિદ્યાર્થીઓના મામલે મુંબઈ હાઈકોર્ટે નીટનુ પરિણામ જાહેર કરવા સામે આપેલા સ્ટેને હટાવી લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, જે બે વિદ્યાર્થીઓને સમસ્યા ઉભી થઈ છે તેમના હિતની રક્ષા પણ થવી જાેઈએ. નિરિક્ષકોએ સ્વીકાર્યુ છે કે, આ મામલામાં ભૂલ થઈ છે પણ સાથે સાથે બે વિદ્યાર્થીઓ માટે બાકીના લાખો વિદ્યાર્થીઓનુ પરિણામ રોકી શકાય નહી. સાથે સાથે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સૂચના આપી હતી કે, જે બે વિદ્યાર્થીઓને સમસ્યા ઉભી થઈ છે તેનો ઉકેલ પણ લાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા આપનારા બે વિદ્યાર્થીઓએએ હાઈકોર્ટમાં અપીલ કરીને કહ્યુ તુ કે, અમને ખોટા સિરિયલ નંબર સાથે પેપર અને આન્સરશીટ આપવામાં આવી હતી. જેના પગલે બોમ્બે હાઈકોર્ટ દ્વારા પરિણામ જાહેર કરવા પર રોક લગાવી હતી. જાેકે સુપ્રીમ કોર્ટે હવે આ રોક હટાવી લેવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.