શ્વાનને રોટલી ખવડાવવાની બાબતે પાડોશીઓ બાખડ્યા
અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. શ્વાનને રોટલી ખવડાવવા જેવી બાબતમાં બે પાડોશીઓ આમને સામને આવી ગયા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. બાપુનગરના શાસ્ત્રીનગરના છાપરા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા રમેશભાઈ ગોહેલ ગઇકાલે રાત્રે જમીને બહાર શ્વાનને રોટલો ખવડાવવા માટે નીકળ્યા હતા.
આ સમયે તેમની સામે રહેતા સવિતા બહેન ઠાકોર તેમને કહેવા લાગેલ કે અહીં કુતરાઓને રોટલા ખવડાવવાના નહીં. આમ કહીને ફરિયાદ રમેશભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. મહિલાનો પક્ષ લઈને તેમના બે દીકરા પુલો, અપ્પુ અને રાજુ રિક્ષાવાળો પણ ત્યાં આવીને ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન પુલો ક્યાંકથી લાકડાનો દંડો લાવીને ફરિયાદીના જડબાના ભાગે માર્યો હતો.
જાેકે ફરિયાદીની પત્ની અને દીકરો ત્યાં આવી જતા તેઓને વધુ મારથી છોડાવ્યા હતા. ચારેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીને જડબાના ભાગે દુખાવો થતાં વધુ સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે આ પ્રકારનો મામલો પહેલી વાર સામે આવ્યો નથી. થોડા સમય પહેલા ૨ પાલતુ કુતરાને લઈ સોલા વિસ્તારમાં પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસની સામે પણ બબાલ શરૂ થઈ ગઈ હતી. જાેકે પોલીસે છેલ્લે સમાધાન કરાવીને મામલો શાંત પાડ્યો હતો. SSS