Western Times News

Gujarati News

બ્યુટીક્વીન એશ ૯ વર્ષ બાદ ફરી તેલુગુ ફિલ્મમાં ચમકશે

મુંબઇ,  બોલિવુડની Bollywood સૌથી દેખાવડી અભિનેત્રી અને લગ્ન કર્યા બાદ ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહેલી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન Aishwarya rai bacchan નવ વર્ષના ગાળા બાદ ફરી એકવાર તેલુગુ ફિલ્મમાં Telugu film કામ કરવા જઇ રહી છે. મણિરત્નમની ફિલ્મ Maniratnam film ઇરુવર Iruvar સાથે એશ્વર્યા રાય બચ્ચને પોતાની કેરિયર શરૂ કરી હતી. ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જાયુ ન હતુ. તમામ લોકો જાણે છે કે તે વર્ષ ૨૦૧૦માં ફિલ્મ રોબોટમાં નજરે પડી હતી. એશે જે નિર્દેશકની સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી તે જ નિર્દેશક સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. અહેવાલમા દાવો કરવામાં આવ્યો છે કે એશ હવે જાણીતા ફિલ્મ નિર્માતા famous south indian producer maniratnam મણિરત્નમ સાથે કામ કરવા જઇ રહી છે.

મણિરત્નમની ફિલ્મ સાઇન કરી હોવાની માહિતી એશે પોત આપી છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મ એક કાલ્પનિક નવલકથા પર આધારિત છે. મણિરત્નમ લાંબા સમયથી આ ફિલ્મ માટે યોગ્ય અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. આખરે એશની પસંદગી કરી લેવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યુછે કે ફિલ્મમાં એશ ડબલ રોલમાં રહેનાર છે. મુવીમાં તે માતા અને પુત્રીના રોલમાં નજરે પડનાર છે.

ફિલ્મમાં મુખ્ય રોલ માટે અબિનેતા વિજય સેતુપતિ, vijay setupati વિક્રમ કર્થી, vikram karthi જયમ રવિ jayam ravi અને કિર્તી સુરેશ kirti suresh જેવા સ્ટારની પસંદગી કરવામાં આવી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ મોટા સ્તર પર બનાવવામાં આવી રહી છે એશે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કર્યા બાદ મણિરત્નમ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. ફિલ્મ કાલ્પનિક છે. તેલુગુ ફિલ્મમાં બોલિવુડની કેટલીક ટોપ અભિનેત્રીઓ ભાગ્ય અજમાવી ચુકી છે. જેમાં એશ પણ સામેલ રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.