પ્રોટોકોલ તોડીને મોદીએ વૃદ્ધના હાથે પાઘડી-ખેસ પહેર્યો
નવી દિલ્હી, કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે કાશી પહોંચેલા પીએમ મોદીએ લોકજુવાળ જાેઈને તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી નાંખ્યા હતા.
સવારે પીએમ મોદીનો કાફલો વારાણસીની સાંકડીઓ ગલીઓમાંથી પસાર થયો ત્યારે બંને તરફ લોકોનો માનવ મહેરામણ પીએમ મોદીની ઝલક પામવા માટે ઉમટી પડ્યો હતો.આ દરમિયાન એક વૃધ્ધ પીએમ મોદીને પાઘડી અને ખેસ પહેરાવવા માટે તેમની કારની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
તે સમયે પીએમ મોદીના સુરક્ષાકર્મીઓએ તેમને ધક્કો મારીને પાછળ હટાવવાનો પ્રયત્ન કર્યો હતો.આ દ્રશ્ય જાેઈને પીએમ મોદીએ કાર રોકાવી હતી અને વૃધ્ધને નજીક આવવા દેવા માટે સુરક્ષા કર્મીઓને ઈશારો કર્યો હતો.
એ પછી આ વૃધ્ધે પીએમ મોદીને પાઘડી અને ખેસ પહેરાવ્યો હતો અને પીએમ મોદીએ પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પીએમ મોદી જે જે ગલીઓમાંથી પસાર થયા હતા ત્યાં તેમના કાફલા પર લોકોએ પુષ્પવર્ષા પણ કરી હતી.SSS