રાજ કુન્દ્રાને SC તરફથી મળી રાહત, ધરપકડ પર લગાવી રોક

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવીને જામીન પર બહાર આવેલા રાજ કુન્દ્રાની ધરપકડ પર ચાર સપ્તાહનો સ્ટે મૂક્યો છે. રાજ કુન્દ્રાએ આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નવેમ્બરમાં, પોર્નોગ્રાફિક વીડિયોમાં કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ રાજ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
હકીકતમાં નવેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે પોર્નોગ્રાફી વીડિયો કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કુન્દ્રાએ તેની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટકાવ્યો હતો. અરજી ફગાવી દેતાં ન્યાયમૂર્તિ નીતિન સાંબ્રેએ આરોપીને સુપ્રીમ કોર્ટમાં જવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે કુન્દ્રા સહિત અન્ય છ લોકોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જેમાં શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું નામ સામેલ છે. આ કેસમાં અન્ય ત્રણ લોકો ઉમેશ કામત, સુવોજીત ચૌધરી અને સામ અહેમદ પણ આરોપી છે.